રાજ્યસભામાં નોટના બંડલ મળવાના મામલામાં સાસંદ અભિષેક મનુ સિંઘવી રહ્યા દુર

Share this Article:

આ અગાઉ પણ ભારતની સંસદ ચલણી નોટોના કારણે રહી છે ચર્ચામાં

(સંપૂર્ણ સમાચાર સેવા)

શિયાળુ સત્રના ૧૦મા દિવસે રાજ્યસભાની સીટ નંબર ૨૨૨ પાસે નોટોનું બંડલ જોવા મળ્યું હતું. આ સીટ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સિંઘવીની છે. જોકે અભિષેક મનુ સિંઘવીએ આ સમગ્ર મામલાથી પોતાને દૂર રાખ્યા છે. સિંઘવી કહે છે કે હું ૫૦૦ રૂપિયાથી વધુ સંસદમાં લઈ જતો નથી. રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું છે કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. જોકે આ પહેલીવાર નથી જ્યારે સંસદમાં ચલણી નોટોના મુદ્દે હોબાળો થયો હોય. આ પહેલાં પણ બે વખત ભારતની સંસદ ચલણી નોટોના કારણે ચર્ચામાં રહી છે.

પહેલી ઘટના વર્ષ ૧૯૯૩ની છે. નરસિમ્હા રાવની સરકાર કેન્દ્રમાં સત્તામાં હતી, પરંતુ સરકાર પાસે સંપૂર્ણ બહુમતી નહોતી. બાબરી ધ્વંસ બાદ નરિમ્હા રાવ પણ પાર્ટીના નેતાઓના નિશાના પર હતા. રાવ અને અર્જુન સિંહ વચ્ચેના મતભેદના સમાચાર દરરોજ અખબારોમાં પ્રકાશિત થતા હતા. દરમિયાન ભાજપે રાવ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. પાર્ટીએ કહ્યું કે સરકાર હવે લઘુમતીમાં છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર ૩ દિવસ સુધી ભારે ચર્ચા ચાલી અને જ્યારે મતદાનનો સમય આવ્યો ત્યારે બધા ચોંકી ગયા. નરિશ્મા રાવને તે સમયે માત્ર ૨૪૪ સાંસદોનું સમર્થન હતું, પરંતુ તેમને ૨૬૫ મત મળ્યા હતા. અવિશ્વાસ પ્રસ્તાવ સમયે વિપક્ષ માત્ર ૨૫૧ વોટ મેળવી શક્યો અને રાવની સરકાર બચી ગઈ. ૧૯૯૬માં ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદ સૂરજ મંડલે એક ઘટસ્ફોટ કર્યો હતો. મંડલના કહેવા પ્રમાણે, ૧૯૯૩માં નાણાંની વહેંચણીને કારણે રાવની સરકાર બચી ગઈ હતી. મંડલે કહ્યું કે સરકારને બચાવવા માટે દરેક સાંસદને ૪૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

એવું કહેવાય છે કે રોકડ કૌભાંડની આ સમગ્ર સ્ક્રિપ્ટ બુટા સિંહ દ્વારા લખવામાં આવી હતી, જે રાવની સરકારમાં શક્તિશાળી મંત્રી હતા. જેએમએમ વતી મંડલ આ ડીલ જાેઈ રહ્યો હતો. ૧૯૯૩માં જેએમએમની સાથે ચૌધરી અજીત સિંહની પાર્ટી પણ તૂટી ગઈ હતી. આ મામલામાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે આ નાણાં રોકડમાં મળ્યા હતા અને જેએમએમના સાંસદોએ સ્થાનિક સ્તરે વ્યાજ પર આ નાણાંનું રોકાણ કર્યું હતું. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, પરંતુ આ કેસના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

૨૦૦૮માં મનમોહન સિંહની સરકારે અમેરિકા સાથે પરમાણુ કરાર કર્યો હતો. સીપીએમે આ સમજૂતી સામે સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું હતું, જેના પછી તરત જ ભાજપે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. સંસદમાં આ અવિશ્વાસ પ્રસ્તાવ પર ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ જ્યારે મતદાનનો વારો આવ્યો ત્યારે ભાજપના ૩ સાંસદોએ નોટો લહેરાવી હતી. આ નોટો તત્કાલિન લોકસભા સ્પીકર સોમનાથ ચેટરજીના ટેબલ પર લહેરાવવામાં આવી હતી. નોટો લહેરાવનારા ભાજપના સાંસદોમાં અશોક અર્ગલ, ફાગન કુલસ્તે અને મહાવીર ભગૌરા હતા. ત્રણેય સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે સપાના અમર સિંહે તેમને પૈસા આપ્યા હતા. આ પૈસા સરકારની તરફેણમાં ક્રોસ વોટિંગ માટે આપવામાં આવ્યા છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ મનમોહન સરકારને ટેકો આપ્યો ત્યારે આ આરોપને વધુ બળ મળ્યું. આ અવિશ્વાસ પ્રસ્તાવમાં સરકારની તરફેણમાં ૨૬૮ મત પડ્યા હતા. વિપક્ષને ૨૬૩ વોટ મળ્યા હતા. વોટિંગ દરમિયાન ભાજપના ૮ સાંસદોએ પાર્ટીનો ખેલ બગાડ્યો હતો. ભાજપે તેને મોટો મુદ્દો બનાવીને મનમોહન સરકાર સામે મોરચો રચ્યો હતો. આ કેસમાં અમરસિંહને જેલ પણ જવું પડ્યું હતું. જોકે, બાદમાં આ મામલે તેની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.