Last Updated on by Sampurna Samachar
અમદાવાદના ઓઢવમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો
મોહસીન પઠાણ નામના યુવકે હિન્દુ બનીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમા લવ જેહાદના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના ઓઢવમાં એક કિસ્સોસામે આવ્યો છે. વિધર્મી યુવકે હિન્દુ વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. મોહસીન પઠાણ નામના યુવકેહિન્દુ બનીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. વિધર્મીએ મહિલાને લગ્નની લાલચ આપી હતી. ત્યાર બાદહોટેલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ઓઢવમાં એક હિન્દુ મહિલાને મુસ્લિમ યુવકે હિન્દુ બનીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ મહિલાવિધવા હોવાથી આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી.આરોપીએ મોહિત પટેલ નામનું આધારકાર્ડ બનાવ્યું હતું. આ મહિલાને આરોપી હોટેલમાં લઈ ગયો હતો અનેત્યાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાને જ્યારે આરોપી યુવક વિધર્મી હોવાની ખબર પડી ત્યારેતેણે સંબંધ તોડી નાંખ્યો હતો.
આરોપીનું સાચુ નામ મોહસિન પઠાણ છે પરંતુ તેણે મહિલાને પ્રેમજાળમાં ફસાવવા માટે મોહિત પટેલના નામનુંઆધાર કાર્ડ બનાવ્યું હતું.મહિલાએ ફરિયાદ કરતાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી. આરોપી એએમટીએસ બસમાં મુસાફરીદરમિયાન આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. ઓઢવ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરીછે.