Last Updated on by Sampurna Samachar
સબ રજિસ્ટ્રાર ઓફિસમાં દરોડા પડ્યા તો મળ્યો કુબેરનો ખજાનો
ACBએ સબ–રજિસ્ટ્રાર ઓફિસના બે અધિકારીઓના ઘરે પણ દરોડા પાડીને કરોડો રૂપિયાનું સોનું–ચાંદી અને રોકડ રકમ જપ્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલંગાણાના વારંગલ જિલ્લામાં આવેલી સબ–રજિસ્ટ્રાર ઓફિસમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. તેલંગાણા એન્ટી–કરપ્શન બ્યુરો એ ગઈકાલે એટલે કે, ૨ એપ્રિલે વારંગલ (ગ્રામીણ) સબ–રજિસ્ટ્રારઓફિસ પર અચાનક દરોડા પાડ્યા અને ગેરકાયદેસર વ્યવહારો, નોંધણી વગરના દસ્તાવેજો અને અનધિકૃત એજન્ટોની ભૂમિકાનો ખુલાસો કર્યો છે.

આ દરોડા વારંગલ રેન્જના ACB અધિકારીઓએ હનુમાકોંડા જિલ્લાના વારંગલ (ગ્રામીણ)સ્થિત સબ–રજિસ્ટ્રાર ઓફિસમાં પાડ્યા હતા. આ દરોડામાં અનેક મહત્વના ખુલાસાથયા બાદ ACB સબ–રજિસ્ટ્રાર ઓફિસના બે અધિકારીઓના ઘરે પણ દરોડા પાડીને કરોડો રૂપિયાનું સોનું–ચાંદી અને રોકડ રકમ જપ્ત કરી છે.
અનધિકૃત એજન્ટોની ભૂમિકાનો ખુલાસો કર્યો
ACBની વારંગલ રેન્જ ટીમની તપાસ દરમિયાન ઓફિસ પરિસરમાં ૨૦ અનધિકૃત એજન્ટ અને ક્લાર્ક કામકરતા જોવા મળ્યા હતા. અધિકારીઓએ સ્થળ પરથી ૪૭,૪૫૦ રૂપિયા રોકડા અને ૭૦ નોંધણી વગરના દસ્તાવેજો જપ્ત કર્યા છે, જે જમીન અને મિલકત સાથે જોડાયેલા વ્યવહારોમાં ગંભીર ગેરરીતિઓ તરફઈશારો કરે છે.
જ્યારે ક્લાર્કોના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી ત્યારે તપાસ વધુ ગંભીર બની ગઈ હતી. છઝ્રમ્નાજણાવ્યા અનુસાર, સબ–રજિસ્ટ્રાર ઓફિસર જમાલાપુરમ રામચંદ્ર રાવ અને સબ–રજિસ્ટ્રાર ઓફિસર દાવુલુરી આનંદ વચ્ચે કથિત રીતે વોટ્સએપ ચેટ સામે આવી છે.
આ ચેટ્સમાં છેલ્લા એકવર્ષ દરમિયાન દ્વારા કરવામાં આવેલા અંદાજે ૪૨.૦૩ લાખ રૂપિયાના વ્યવહારોનો ઉલ્લેખ છે, જેઅધિકારીઓ અને દસ્તાવેજ લખનારાઓ વચ્ચેના કથિત ગેરકાયદે સોદાઓ તરફ નિર્દેશ કરે છે. આ ઉપરાંત, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, ૨૦૪ નોંધાયેલા દસ્તાવેજો જે પહેલાથી જ જનતાને સોંપી દેવા જોઈતા હતા, તે હજુ પણ બંને સબ–રજિસ્ટ્રાર અધિકારીઓ પાસે પડતર હતા.
દરોડા પછી છઝ્રમ્એ બંને અધિકારીઓના ઘરે પણ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન૨૪.૬૧ લાખ રૂપિયા રોકડા, ૮૧૯.૫ ગ્રામ સોનાના દાગીના (અંદાજે ૧.૨૩ કરોડ રૂપિયા) અને ૨.૬ કિલોગ્રામચાંદીના દાગીના મળી આવ્યા હતા. આ ઉપરાંત, સબ–રજિસ્ટ્રાર દાવુલુરી આનંદના ઘરેથી કપિલ ચિટ્સમાં ૩૦.૧૦ લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ સાથે જોડાયેલા દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
તેની સાથેજ ACB અધિકારીઓએ જણાવ્યું કે, આખા મામલાનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેઆગળની કાર્યવાહી માટે રાજ્ય સરકારને સોંપવામાં આવશે.