Last Updated on by Sampurna Samachar
પરીક્ષામાં ગેરરીતિ થઈ હોય તેવા આક્ષેપો વિદ્યાર્થીએ કર્યા
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ કર્યા આક્ષેપો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ ગામે આવેલ એન. કે. મહેતા અને શ્રીમતી એમ. એફ. દાણી કોલેજમાં બિન શૈક્ષણિક સ્ટાફની ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં આચાર્ય દ્વારા ગેરરીતિ કરવામાં આવી હોવાનો પરીક્ષાર્થીએ વિડીયો સોશિયલ મીડિયા પર લાઈવ કરતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ ખાતે આવેલ એન. કે. મહેતા અને શ્રીમતી એમ. એફ. દાણી આર્ટ્સ કોલેજમાં બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયાની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી. જે પરીક્ષામાં ૫૯ ઉમેદવારો હતા. પરીક્ષામાં ૪૪ ઉમેદવારો હાજર રહ્યા હતા અને ૧૫ જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જેમાં લેવામાં આવેલ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોય તેવા આક્ષેપો એક પરીક્ષાર્થી દ્વારા લગાવવામાં આવ્યા હતા અને વિડીયો ઉતારવામાં આવ્યો હતો.
શિક્ષણ વિભાગ શું પગલાં લે તે જોવુ રહ્યું
પરીક્ષામાં ગેરરીતિ થઈ હોય તેવા આક્ષેપ સાથે પરીક્ષા પૂર્ણ થયા બાદ કોલેજના આચાર્ય ઓ. એમ. આર. સીટ તેમની સાથે લઈ ગયા અને ઓ. એમ. આર. સીટ કોરી મૂકી દેવામાં આવી હતી. આવા ગંભીર આક્ષેપો સાથે કોલેજમાં જ પરીક્ષાર્થીએ ગંભીર આક્ષેપો સાથે કોલેજમાં જ પરીક્ષાર્થીએ વિડીયો ઉતારી લાઈવ કરવામાં આવ્યો હતો. જે વિડીયોમાં પરીક્ષામાં થયેલ ગેરરીતિ અંગેના અનેક આક્ષેપો પરીક્ષાર્થી દ્વારા કરવામાં આવ્યા છે.
આ સમગ્ર વિવાદને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને ચાલુ પરીક્ષાના સીસીટીવી પબ્લિક કેબિનમાં મુકવામાં આવે અને શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
સમગ્ર મામલે માલવણ કોલેજના પ્રિન્સિપાલ સી. એમ. પટેલે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તમામ ભરતીપ્રક્રિયા પારદર્શક રીતે થાય છે અને શિક્ષણ વિભાગ માંગશે તો અમે સી. સી. ટીવી આપવા પણ તૈયાર છીએ અને જે પરીક્ષાર્થીએ ખોટા અને પાયાવિહોણા આક્ષેપો લગાવ્યા છે, જે ઉમેદવાર ૪૪ નંબરના ઉમેદવારે આક્ષેપો લગાવ્યા છે અને જે ઉમેદવારનું પરીક્ષાનું પરિણામ – માયનસ -૨૫ ગુણ આવ્યું છે, જે લિસ્ટ પણ નોટિસ બોર્ડ પર મુકવામાં આવેલ છે તેમ કોલેજના પ્રિન્સિપાલ જણાવી રહ્યા છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા કેવા પ્રકારની તપાસ કરવામાં આવે છે અને સત્ય શું બહાર આવે છે તે જોવું રહ્યું.