Last Updated on by Sampurna Samachar
લવ જેહાદના કેસમાં આરોપીને ૭ વર્ષની જેલની સજા
છોકરીને પ્રેમજાળમાં ફસાવવાનુ નાટક
(સંપૂર્ણ સમાચાર સેવા)
યમુનાનગરની એક કોર્ટે એક વ્યક્તિને ૭ વર્ષની સજા ફટકારી છે. આ વ્યક્તિ પર આરોપ હતો કે, તેમણે એક હિન્દુ છોકરીને મુસ્લિમ છોકરા સાથે સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતુ. કોર્ટે લવ જેહાદનો કેસ ગણાવી તેના પર ૧ લાખ રુપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટનું કહેવું છે કે,આવું કામ દેશની એકતા અને અખંડતા માટે ખતરો છે.
કોર્ટે ઠેરવ્યું કે ‘લવ જેહાદ’ એ ભારતીય દંડ સંહિતા (BNS) અથવા પોક્સો એક્ટ હેઠળ કાનૂની શબ્દ નથી.પરંતુ કોર્ટે મુસ્લિમ પુરુષ દ્વારા ગેર-મુસ્લિમ મહિલાઓને પ્રેમનું નાટક કરી ઈસ્લામમાં બદલવાનું એક અભિયાન બતાવ્યું હતુ. આનો મતલબ એ છે કે, કેટલાક મુસ્લિમ છોકરાએ દેખાડો કરી હિન્દુ છોકરીઓને ઈસ્લામ ધર્મ અપનાવવા મજબુર કરે છે.
1 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
ગત વર્ષ નવેમ્બર મહિનામાં ૧૪ વર્ષની એક છોકરીને સિટી યમુનાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે શાહબાઝ અને છોકરાનું નામ લીધું હતુ. છોકરીએ આરોપ લગાવ્યો હતો કે, આ છોકરો સ્કૂલ જતી વખતે તેનો પીછો કરતો હતો. શાહબાઝ તેને એક છોકરા સાથે મિત્રતા બાંધવા માટે કહેતો હતો.
આ FIR IPC ની કલમ ૬૧(૨) (ગુનાહિત કાવતરું) અને ૩૫૧(૨) (ગુનાહિત ધાકધમકી) અને POCSO એક્ટની કલમ ૧૭ (ઉશ્કેરણી), ૮ (જાતીય હુમલો) અને ૧૨ (બાળક પર જાતીય હુમલો) હેઠળ દાખલ કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલ એસ.એસ. નેહરાએ જણાવ્યું હતું કે આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે શાહબાઝે કંઈ કર્યું નથી.
૧૭ જુલાઈના પોતાના આદેશમાં, ન્યાયાધીશ રંજના અગ્રવાલે કહ્યું કે, શાહબાઝે પ્રલોભન અને લાલચ દ્વારા આંતર-ધાર્મિક સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. મતલબ તેમણે છોકરીને બીજા ધર્મના છોકરા સાથે સંબંધ બાંધવા માટે મજબુર કરી હતી. કોર્ટે તેને પોક્સો એક્ટની કલમ ૮ હેઠળ ૪ વર્ષની કલમ ૧૨ મુજબ ૨ વર્ષ અને બીએનએસની કલમ ૩૫૧(૨) મુજબ એક વર્ષની સંભળાવી હતી. તેમજ તેના પર ૧ લાખ રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ટુંકમાં તેને ૭ વર્ષની સજા સંભળાવવામાં આવી છે.