Last Updated on by Sampurna Samachar
કલ્યાણપુરમાં મિત્રએ જ મિત્રને પથ્થરના ઘા ઝિંકીને પતાવી દીધો
આરોપી રામ નરેશ સાકેતે તેના મિત્ર સંતોષ કુમાર ગ્વાલને નાશ્તો કરવા લઈ જવાના બહાને મોતને ઘાટ ઉતારી દીધો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેવભૂમિ દ્વારકા તાલુકાના લાંબા ગામના તળાવમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવવા માટે મોટો ખુલાસોસામે આવ્યો છે. આ યુવાનનું ડૂબી જવાથી મોત નથી થયું પરંતુ તેની હત્યા કરી દેવામાં આવી છે. આ યુવકની પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાંખ્યો છે.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના લાંબા ગામના તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આમૃતદેહની તપાસ કરતાં મોટો ઘટસ્ફોટ થયો છે. આ યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત નથી થયું પરંતુ તેનીહત્યા કરી દેવામાં આવી હતી. સંતોષ કુમાર ગ્વાલ નામના યુવાનને તળાવમાં ધક્કો મારી પથ્થરના ઘા ઝીંકીનેમોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની વિગતો જાણવા મળી છે. આરોપી રામ નરેશ સાકેતે તેના મિત્ર સંતોષ કુમારગ્વાલને નાશ્તો કરવા લઈ જવાના બહાને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે પૈસાની લેતી દેતીમાં સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ એક મિત્રએ અદાવતરાખીને બીજા મિત્રની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાંખી છે. કલ્યાણપુર પોલીસે સમગ્ર બાબતે ઝડપથી તપાસ કરતાસમગ્ર મામલે મોટો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે ગણતરીના કલાકમાં આખો કેસ ઉકેલી નાંખ્યો હતો. આરોપીરામનરેશ સાકેતને પોલીસે ઝડપી પાડ્યો છે અને તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.