Last Updated on by Sampurna Samachar
મા-દિકરીનો પાડોશી સાથે થયો ગંભીર ઝઘડો
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં એક મોટા વિવાદમાં ફસાઈ ગયા છે. મા દિકરીનો વિવાદ મોહમ્મદ શમી સાથે નહીં પરંતુ તેમના પાડોશી સાથે સર્જાયો છે. આ દરમિયાન હસીન જહાં તેના પાડોશી સાથે ઝઘડો કરી ગઈ. ત્યારબાદ પોલીસે હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. અર્શી હસીન જહાંના પહેલા પતિની પુત્રી છે.
હસીન જહાંનો તેના પતિ, ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સાથે વિવાદ ચાલી રહ્યો છે. આ કારણે, તે પશ્ચિમ બંગાળના બીરભૂમમાં તેની પુત્રી સાથે રહે છે. તાજેતરમાં, કોલકાતા હાઇકોર્ટે મોહમ્મદ શમીને ઘર ખર્ચ માટે તેની પત્ની હસીન જહાં અને પુત્રી આયરાને દર મહિને ૪ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
હસીન જહાં મહિલાના પતિ સાથે ઝપાઝપી કરતી દેખાઇ
હસીન જહાં, તેની પુત્રી સાથે, જમીનના એક ટુકડા પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહી હતી. જ્યારે તેના પડોશીઓએ આનો વિરોધ કર્યો, ત્યારે તેણી તેમની સાથે ઝપાઝપીમાં ઉતરી ગઈ. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, હસીન જહાં એક મહિલા સાથે ઝપાઝપી કરી રહી છે. આ કેસમાં, પોલીસે હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ શરૂ કરી છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સાથેના વિવાદને કારણે, હસીન જહાં લાંબા સમયથી તેની પુત્રી આયરા સાથે બીરભૂમમાં રહે છે. આ બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં, કોલકાતા હાઈકોર્ટે શમીને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે.