Last Updated on by Sampurna Samachar
અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા તો મહિલા ગંભીર ઘાયલ
ટ્રક ચાલકે કાબુ ગમાવી અન્ય વાહનોને અડફેટે લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત અકસ્માતની ઘટના બની છે. એલિસબ્રિજ પાસે બે ટ્રક સાથે ૧ કાર અને બે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી ટ્રકે અચાનક બ્રેક મારતા અકસ્માતની ઘટના બની હતી. પાછળ આવી રહેલો ટ્રક બેકાબૂ બનતા અન્ય વાહનને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા થઈ છે. ત્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે.
ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આરોપ
મળતી માહિતી અનુસાર બંન્ને ટ્રક એક જ કંપનીના હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થયો છે. જોકે પોલીસે ક્લીનરની અટકાયત કરી છે. એલિસબ્રિજ ચાર રસ્તા નજીક પોલીસ સ્ટેશન સામે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે ટ્રક પૂરઝડપે જઈ રહી હતી. દરમિયાન આગળની ટ્રકે બ્રેક મારતા પાછળના ટ્રકચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને અન્ય વાહનોને અડફેટે લીધા. ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો.