Last Updated on by Sampurna Samachar
રિલાયન્સ ડિફેન્સે જર્મનીની કંપની સાથે કર્યો કરાર
બન્ને કંપનીઓના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અનિલ અંબાણીના નેજા હેઠળની રિલાયન્સ ડિફેન્સે જર્મનીની મોટી શસ્ત્ર ઉત્પાદક કંપની રેઇનમેટલ એજી સાથે એક કરાર કર્યો છે. આ કરાર હેઠળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં એક નવો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે, જ્યાં તોપના ગોળા, વિસ્ફોટકો અને પ્રોપેલેંટ બનાવવામાં આવશે.
ભારતીય કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રિલાયન્સ ડિફેન્સ લિમીટેડ અને જર્મનીના ડઝેલફોર્ડ સ્થિત રેઇનમેટલ એજીએ ગોળા બારુદ ક્ષેત્રે વ્યૂહાત્મક કરાર કરવા પર સંમતિ વ્યક્ત કરી છે. આ સંબંધમાં બન્ને કંપનીઓના પ્રતિનિધિઓએ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
અગાઉ પણ અન્ય કંપની સાથે કરેલો છે પ્રોજેક્ટ
નોંધનીય છે કે રિલાયન્સ ગ્રુપ (Reliance Group) ની આ ત્રીજી સંરક્ષણ ક્ષેત્રેની સમજૂતિ છે. તેનાથી પહેલા ફ્રાંસની ડેઝોલ્ટ એવિયેશન અને થેલ્સ કંપનીઓ સાથે જોઇન્ટ પ્રોજેક્ટ પર કામ કરી ચૂકી છે આ નવી સમજૂતિ હેઠળ રિલાયન્સ, રેઇનમેટલને મધ્યમ અને મોટા આકારના ગોળા બારુદ માટે વિસ્ફોટક અને પ્રોપેલેન્ટ પૂરા પાડશે.
તે સિવાય બન્ને કંપનીઓ પસંદગીના ઉત્પાદનો માટે મળીને માર્કેટિંગ કરશે અને ભવિષ્યના અવસરો અનુસાર પોતાની ભાગીદારીનો વિસ્તાર કરી શકે છે. રેઈનમેટલ એજી, જેનું કુલ ટર્નઓવર લગભગ ૮૦ અબજ યૂરોનું મનાય છે, તે બખ્તરબંધ વાહનો, પાયદળ લડાઈ વાહનો, અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને આધુનિક દારૂગોળો ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નિષ્ણાત છે. તેના સૌથી આધુનિક ઉત્પાદનોમાં LEOPARD 2A7 ટેન્કનો સમાવેશ થાય છે, જે વિશ્વના સૌથી આધુનિક યુદ્ધ ટેન્કોમાંની એક માનવામાં આવે છે.
આ વ્યૂહાત્મક ભાગીદારી ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આર્ત્મનિભર ભારત’ જેવી સરકારની પહેલોના લક્ષ્યને આગળ વધારશે. તેનો ઉદ્દેશ્ય ભારતને વિશ્વના અગ્રણી સંરક્ષણ નિકાસ કરતા દેશોમાં સામેલ કરવાનો છે.