Last Updated on by Sampurna Samachar
જન સુરાજ પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
ભોજપૂરી સિંગરને આપી ટિકિટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરજે બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જન સુરાજ પાર્ટીની પ્રથમ યાદીમાં ૫૧ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રશાંત કિશોર કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગે સસ્પેન્સ હજુ પણ છે. ભોજપુરી ગાયક રિતેશ પાંડેને કરગહર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યાંથી પ્રશાંત કિશોર ચૂંટણી લડવાના હતા તેવી ચર્ચાઓ ચાલતી હતી.
દરભંગાથી આરકે મિશ્રા, ગોપાલગંજથી પ્રીતિ કિન્નર, કુમ્હરારથી કેસી સિંહા, માંઝીથી વાય બી ગિરીને ટિકિટ આપવામાં આવી છે. વાલ્મીકીનગરથી દીર્ઘ નારાયણ પ્રસાદ, પૂર્ણિયાના અમૌરથી અફરોઝ આલમ, કટિહારના પ્રાણપુરથી કુણાલ નિષાદ, સુપૌલથી ર્નિમલી રામપ્રવેશ કુમાર યાદવ, સુરસંડથી ઉષા કિરણ, લોરિયાથી સુનીલ કુમારને ટિકિટ આપવામાં આવી છે.
વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી
જન સૂરજ કાર્યકર્તા અમોદ નારાયણ ઝાએ ટિકિટ કપાતા સમર્થકોએ પાર્ટી ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો. તેમના સ્થાને પરવેઝ આલમને મધુબનીના બેનીપટ્ટી વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે.
વાલ્મીકીનગર – દીર્ધ નારાયણ પ્રસાદ
લૌરિયા – સુનીલ કુમાર
હરસિદ્ધિ (જીઝ્ર) – અવધેશ રામ
ઢાકા – ડો. લાલ બાબુ પ્રસાદ
સૂરસંડ – ઉષા કિરણ
રન્નીસૈદપુર – વિજય કુમાર સાહ
બેનીપટ્ટી – મો. પરવેઝ આલમ
ર્નિમલી- રામપ્રવેશ કુમાર યાદવ
સિકટી- રાગિબ બબ્લૂ
કોચાધામન- અબુ અફફાન
આમૌર- અફરઝ આલમ
બૈસી- મો. શાહનવાઝ આલમ
પ્રાણપુર- કુણાલ નિષાદ ઉર્ફે સોનુ
આલમનગર- સુબોધ કુમાર સુમન
સહરસા- કિશોર કુમાર
સિમરી બખ્તિયારપુર- સુરેન્દ્ર યાદવ
મહિષી- શમીમ અખ્તર
દરભંગા ગ્રામીણ- શોએબ ખાન
દરભંગા- આર.કે. મિશ્રા
કેવટી- બિલ્ટુ સહની
મીનાપુર- તેજ નારાયણ સાહની
મુઝફ્ફરપુર- ડૉ. અમિત કુમાર દાસ
ગોપાલગંજ- ડૉ.શશિ શેખર સિંહા
ભોરે (જીઝ્ર)- પ્રીતિ કિન્નર
રઘુનાથપુર- રાહુલ કીર્તિ સિંહ
દરૌંઘા- સત્યેન્દ્ર કુમાર યાદવ
માંઝી- યદુવંશ ગિરી
બનિયાપુર- શ્રવણ કુમાર મહતો
છપરા- જય પ્રકાશ સિંહ
પરસા- મુસાહેબ મહતે
સોનેપુર- ચંદનલાલ મહતા
કલ્યાણપુર – રામ બાલક પાસવાન
મોરવા – જાગૃતિ ઠાકુર
મટિહાન – ડો.અરુણ કુમાર
બેગૂસરાય – સુરેન્દ્ર કુમાર સહની
ખગરિયા – જયંતિ પટેલ
બલદૌર – ગજેન્દ્ર કુમાર સિંહ (નિષાદ)
પરબત્તા – વિનય કુમાર વરુણ
પીરપૈંતી – ઘનશ્યામ દાસ
બેલહર – બ્રજ કિશોર પંડિત
અસ્થાવાં – લતા સિંહ
બિહાર શરીફ – દિનેશ કુમાર
નાલંદા – કુમારી પૂનમ સિંહા
કુમ્હરાર – કેસી સિંહા
આરા – ડો.વિજય કુમાર ગુપ્તા
ચેનારી – નેહા કુમારી (નટરાજ)
કરગહર – રિતેશ રંજન (પાંડે)
ગોહ – સીતા રામ દુખારી
નબીનગર – અર્ચના ચંદ્રા
ઈમામગંજ – ડૉ.અજીત કુમાર
બોધગયા – લક્ષ્મણ માંઝી