Last Updated on by Sampurna Samachar
આ દાવા પર પ્રતિક્રિયા આપતાં ફરિયાદ નોંધાવવી જોઇએ
ભાજપ નેતા મૌવિન ગોડિન્હોએ પ્રતિક્રિયા આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગોવા ભાજપના નેતા અને પૂર્વ મંત્રી પાંડુરંગ મડકાઈકરે દાવો કર્યો છે કે ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતના મંત્રીમંડળમાં સામેલ કેબિનેટ મંત્રી પૈસા ગણવામાં વ્યસ્ત છે. ગોવામાં કોઈ કંઈ રહ્યું નથી. ફાઈલ મંજૂર કરાવવા માટે એક મંત્રીના PA એ આશરે ૨૦ લાખ રૂપિયાની લાંચ આપી હતી. ભાજપ (BHAJAP) નેતાના આરોપોથી પ્રમોદ સાવંત સરકારની મુશ્કેલી વધી ગઈ છે.
મનોહર પર્રિકર સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા મડકાઈકરે આરોપ લગાવ્યો કે સાવંતના નેતૃત્વ વાળી કેબિનેટના મંત્રી પૈસા ગણવામાં વ્યસ્ત છે. મેં ખુદ ફાઇલ પાસ કરાવવા માટે એક મંત્રીના PA ને રૂપિયા ૧૫-૨૦ લાખ આપ્યા હતા, તેવો દાવો તેમણે કર્યો હતો.
વિવાદિત નિવેદન પર ફરિયાદ કરવી જોઇએ
આ દાવા પર પ્રતિક્રિયા આપતાં રાજ્યના પરિવહન પ્રધાન અને ભાજપ નેતા મૌવિન ગોડિન્હોએ કહ્યું કે, મડકાઈકરે પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ અને તે મંત્રીનું નામ જાહેર કરવું જોઈએ. હું કોઈપણ ચીજ પર ટિપ્પણી કરવા નથી માંગતો. દરેક સારી રીતે જાણે છે. તેમણે તેમના ભૂતકાળમાં જોવું જોઈએ. મારી તેમને સલાહ છે કે જે લોકો કાચના મકાનમાં રહે છે તેમણે બીજાના ઘર પર પથ્થર ન ફેંકવા જોઈએ.