Last Updated on by Sampurna Samachar
ભાજપ ‘ગઠબંધન ધર્મ‘નું પાલન નથી કરી રહ્યું
અમે એક મોરચો બનાવીશું અને ત્યાં ચૂંટણી લડીશું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુહલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે NDA સાથે ગઠબંધન તોડવાની ધમકી આપી છે. તેમણે વિધાનસભા ચૂંટણીમાં NDA પાસે ૪-૫ બેઠકોની માંગ કરી છે. ઓમ પ્રકાશ રાજભરનું કહેવું છે કે, અમારી પાર્ટીને બિહારમાં ચૂંટણી લડવા માટે એક પણ બેઠક નથી આપવામાં આવી. તેમણે આ બાબતે નારાજગી પણ વ્યક્ત કરી છે. રાજભરે આરોપ લગાવ્યો કે, ભાજપ ‘ગઠબંધન ધર્મ‘નું પાલન નથી કરી રહ્યું.
ઓમ પ્રકાશ રાજભરે આગળ કહ્યું કે, ‘સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી બિહારમાં એક મોરચો બનાવશે અને તમામ બેઠકો પર ચૂંટણી લડશે. હવે સુભાષપા બિહાર ચૂંટણી પોતાના દમ પર લડવાનું વિચારી રહી છે. અમે એક મોરચો બનાવીશું અને ત્યાં ચૂંટણી લડીશું. અત્યાર સુધીમાં પાર્ટીએ પ્રથમ તબક્કાની ૫૨ બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. નામાંકન પ્રક્રિયા આજથી શરૂ થશે. અમે ૧૫૩ બેઠકો પર ચૂંટણી લડીશું.
NDA એ સીટ-શેરિંગ ફોર્મ્યુલાની સત્તાવાર જાહેરાત કરી
બિહાર ભાજપના નેતાઓ ગઠબંધન ધર્મનું પાલન કરવાનું નથી જાણતા, બિહારના ભાજપા નેતાઓએ કેન્દ્રીય નેતૃત્વને ખોટું ફીડબેક આપ્યું છે. તેની સજા બિહારના લોકોને મળશે. અમે અમારા ગઠબંધન ધર્મનું પાલન કરવા માટે તૈયાર છીએ. હજુ પણ થોડો સમય છે. જો તમે અમને તમારી સાથે રાખવા માંગતા હોય તો અમને ૪-૫ બેઠકો આપી દો.‘
તમને જણાવી દઈએ કે, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે NDA એ ૨૦૨૫ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે સીટ-શેરિંગ ફોર્મ્યુલા જાહેર કરી દીધી છે. NDA એ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે સીટ-શેરિંગ ફોર્મ્યુલાની સત્તાવાર જાહેરાત કરી હતી.
આ વ્યવસ્થા હેઠળ ભાજપ અને ત્નડ્ઢ(ેં) ૧૦૧-૧૦૧ બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ૨૯ બેઠકો પર ચૂંટણી લડશે. રાષ્ટ્રીય લોક મોરચા (ઇન્સ્) અને હિન્દુસ્તાની આવામ મોરચા (ૐછસ્) ૬-૬ બેઠકો પર ચૂંટણી લડશે. ૨૪૩ વિધાનસભા બેઠકો માટે ૬ નવેમ્બરે અને ૧૧ નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે અને મતગણતરી ૧૪ નવેમ્બરના રોજ થશે.