Last Updated on by Sampurna Samachar
Contents
બલદ્વાડાથી મંડી જઇ રહેલી બસ ખીણમાં ખાબકી
સ્થાનિકો બચાવ કામગીરીમાં જોડાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલના મંડીમાં એક દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે, મંડીમાં એક બસ ખીણમાં પડતા ૨૫ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ એક ખાનગી બસ ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસ બલદ્વાડાથી મંડી જઇ રહી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાઇ ગયા હતા. મુસાફરોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્તોને નેરચૌક મેડિકલ કોલેજ અને સામુહિક સ્વાસ્થ્ય કેન્દ્ર રિવાલસરમાં ભરતી કરાયા છે.
ખરાબ રસ્તા અને ડ્રાઇવરની લાપરવાહી કારણ
બસમાં ૨૫થી વધારે મુસાફરો હતો. જેમાં બસને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. સરકાઘાટ પોલીસ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી કરી હતી. આ દુર્ઘટનાનું કારણ ખરાબ રસ્તા અને ડ્રાઇવરની લાપરવાહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.