Last Updated on by Sampurna Samachar
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં ગુજરાતી દિકરીનો સમાવેશ
અકસ્માત ઘોલથીરમાં બદ્રીનાથ હાઇવે પર થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ધોલતીર વિસ્તારમાં એક મુસાફરોથી ખીચોખીચ બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યૂ ટીમ રવાના થઇ હતી. આ એક ટેમ્પો ટ્રાવેલર મિની બસ હતી. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરો સામેલ હોવાની જાણકારી મળી છે. આ મિની બસમાં કુલ ૨૦ મુસાફરો સવાર હતા. જેમાંથી ૨ લોકોના મોત થયા છે. જેમાં એક મૃતક ગુજરાતની છે. જેનું નામ ડ્રીમી સોની જણાવાયું છે. જ્યારે હજુ ૮ લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોમાં ત્રણ ગુજરાતીઓ સામેલ છે. માહિતી અનુસાર ૧૦ લોકોની કોઈ હજુ કોઈ ભાળ મળી નથી જેમાં બે ગુજરાતી સામેલ છે.
ખરાબ હવામાનને લીધે રેસ્ક્યુમાં પડી મુશ્કેલી
મળતી માહિતી અનુસાર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ટ્રાવેલ્સ અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માત ઘોલથીરમાં બદ્રીનાથ હાઇવે પર થયો હતો. આ ટ્રાવેલ્સમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના ૨૦ લોકો સવાર હતા, જેઓ ઉત્તરાખંડ ફરવા ગયા હતા. જેમાંથી ૩ના મોત થયા છે. આ બસમાં સુરતના સિલિકોન પેલેસમાં રહેતા ઈશ્વર સોની, ભાવના સોની, ડ્રીમી સોની, ભવ્ય સોની અને ચેષ્ટા સોની પણ હતા.
સુરતના પર્વત પાટિયા ખાતે રહેતા પરિવારને ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ ખાતે અકસ્માત નડતા તેમના ઉપર આભ તૂટી પડ્યું. સિલિકોન પેલેસમાં રહેતા ઇશ્વરભાઇ સોની જે વિધાતા જ્વેલર્સ સાથે સંકળાયેલા છે. ઉત્તરાખંડ ખાતે તેઓ રુદ્રપ્રયાગ સહિતના ધાર્મિક સ્થળે યાત્રા કરવા માટે નીકળ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત બદ્રીનાથ હાઈવે પર થયો છે. જ્યાં ઘોલતીર પાસે એક બસ બેકાબૂ થઈને અલકનંદા નદીમાં ખાબકી. અકસ્માત સમયે બસ પહાડ પરથી ગગડતી ગગડતી સીધી અલકનંદા નદીમાં પડી. પહાડો પર ખરાબ હવામાન અને વરસાદના કારણે નદીનો પ્રવાહ ખુબ તેજ હતો. ઘટનાની સૂચના મળતા જ રેસ્ક્યુની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન માટે પહોંચી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાસ્થળે છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરાયું હતું. નદીના તેજ પ્રવાહના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ સમસ્યા આવી હતી.
ઘટના અંગે જાણકારી આપતા ઉત્તરાખંડ પોલીસ હેડક્વાર્ટરના પ્રવક્તા આઈજી નીલેશ આનંદ ભરણેએ કહ્યું કે રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલતીર વિસ્તારમાં એક બસ બેકાબૂ થઈને અલકનંદા નદીમાં પડી છે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ બસમાં ૧૮ લોકો હતા. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
મૃતકોમાં કોણ કોણ સામેલ?
ડ્રીમી સોની, ૧૭ વર્ષ, સુરત
વિશાલ સોની, ૪૨, મધ્ય પ્રદેશ
ઈજાગ્રસ્તોમાં કોણ કોણ સામેલ?
દિપીકા સોની, ૪૨ વર્ષ, રાજસ્થાન
હેમલતા સોની, ૪૫ વર્ષ, રાજસ્થાન
ઈશ્વર સોની, ૪૬ વર્ષ, ગુજરાત
અમિતા સોની, ૪૯ વર્ષ, મહારાષ્ટ્ર
ભાવના સોની, ૪૩ વર્ષ, ગુજરાત
ભવ્ય સોની, ૭ વર્ષ, ગુજરાત
પાર્થ સોની, ૧૦ વર્ષ, મધ્ય પ્રદેશ
સુમિત કુમાર, ૨૩ વર્ષ, ડ્રાઈવર, હરિદ્વાર
ગુમ થયેલા લોકોના નામ
રવિ ભાવસાર, ૨૮ વર્ષ, ઉદયપુર, રાજસ્થાન
મૌલી સોની, ૧૯ વર્ષ, સુરત, ગુજરાત
લલીત કુમાર સોની, ૪૮ વર્ષ, રાજસ્થાન
ગૌરી સોની, ૪૧ વર્ષ, મધ્ય પ્રદેશ
સંજય સોની, ૫૫ વર્ષ, ઉદયપુર, રાજસ્થાન
મયૂરી, ૨૪ વર્ષ, સુરત, ગુજરાત
ચેતના સોની, ૫૨ વર્ષ, રાજસ્થાન
ચેષ્ઠા, ૧૨ વર્ષ, સુરત, રાજસ્થાન
કટ્ટા રંજના અશોક, ૫૪ વર્ષ, મહારાષ્ટ્ર
સુશીલા સોની, ૭૭ વર્ષ, રાજસ્થાન