Last Updated on by Sampurna Samachar
સ્કુલ બસનો રેલ્વે ટ્રેક પસાર કરતી વખતે થયો અકસ્માત
ટક્કર એટલી જોરદાર હતી કે બસને ભારે નુકસાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુના કુડ્ડલોર જિલ્લાના સેમનકુપ્પમ ગામમાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક સ્કૂલ બસ રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહી હતી, ત્યારે પસાર થતી ટ્રેન તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બે સ્કૂલના વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીઓને કુડ્ડલોર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે બસમાં પાંચ બાળકો હતા.
આ અકસ્માત ત્યારે થયો જ્યારે સ્કૂલ બસના ડ્રાઇવરે નજીક આવતી ટ્રેનને અવગણીને ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી જોરદાર હતી કે બસને ભારે નુકસાન થયું અને તેમાં બેઠેલા બાળકો ગંભીર રીતે ઘાયલ થયા.
ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા
મળતી માહિતી મુજબ તમિલનાડુના ઉરાપક્કમમાં એક દુ:ખદ અકસ્માત થયો હતો. ટ્રેનની અડફેટે ત્રણ વિકલાંગ લોકોના મોત થયા. મૃતકોમાં બે ભાઈઓ હતા. ત્રણેય વિકલાંગ બાળકો રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન, તેમને હાઇ સ્પીડ ટ્રેનની ટક્કર લાગી. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા.
પોલીસે જણાવ્યું કે શહેરના બહારના વિસ્તારમાં ઉરાપક્કમ નજીક ત્રણ વિકલાંગ બાળકો (૧૧ થી ૧૫ વર્ષની વયના) રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન, ત્રણેય બાળકો ઉપનગરીય ટ્રેનની ટક્કરે પડ્યા. આ અકસ્માતમાં બે ભાઈઓ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. ત્રણેય બાળકો કર્ણાટકના રહેવાસી હતા.