Last Updated on by Sampurna Samachar
દુર્ઘટના બે ના મોત તો પાંચ ઘાયલ થયાની માહિતી
બસ હાઈ-ટેન્શન લાઈનના તારના સંપર્કમાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જયપુરમાં મનોહરપુર વિસ્તારમાં મજૂરોથી ભરેલી બસના હાઇટેન્શનને ટચ થવા પર બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ દરમિયાન બસમાં કંરટ દોડ્યો અને જેમાં ૧૦ મજૂરો બળ્યા તેની જાણકારી સામે આવી છે. જેમાં ૫ મજૂરો ગંભીર રીતે ઘાયલ છે. જાણકારી અનુસાર ટોડી સ્થિત ઇંટ ભટ્ટા પર મજૂરોને બસથી લાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ૨ લોકોના મોત નીપજ્યા છે.

રાજસ્થાનના જયપુરમાં એક મોટો અકસ્માત સામે આવ્યો છે. જ્યાં મજૂરોને લઈને જઈ રહેલી બસ હાઈ-ટેન્શન લાઈનના તારના સંપર્કમાં આવી ગઈ. આ ઘટનામાં ૧૦થી વધુ મજૂરો સળગ્યા અને બેના મોત થયા.
બસમાં કરંટ ફેલાઈ ગયો અને સ્પાર્કિંગથી આગ લાગી
હાઈ-ટેન્શન લાઇનને અડતા જ બસમાં આગ લાગી ગઈ. અકસ્માતમાં બસમાં સવાર ૧૦ મજૂરો વીજપ્રહારની ઝપેટમાં આવી ગયા. ઘાયલ શ્રમિકોને ગંભીર હાલતમાં શાહપુરા ઉપજિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ૫ લોકોને ગંભીર ઈજાઓને કારણે જયપુર રેફર કરવામાં આવ્યા છે. ટોડી સ્થિત ઈંટ ભઠ્ઠી પર મજૂરોને લઈ આ બસ આવી રહી હતી. માહિતી મળતાં જ મનોહરપુર થાનાની પોલીસ સ્થળ પર પહોંચી અને બચાવકાર્ય શરૂ કરાયું.
માહિતી મુજબ, મજૂરો ભરેલી બસ ઉત્તર પ્રદેશથી મનોહરપુરના ટોડી સ્થિત ઈંટ ભઠ્ઠી તરફ આવી રહી હતી. રસ્તામાં બસ ઊંચા વિસ્તારમાંથી પસાર થતી હતી, ત્યારે તે ૧૧ હજાર વોલ્ટની લાઇનના સંપર્કમાં આવી ગઈ. જેના કારણે બસમાં કરંટ ફેલાઈ ગયો અને સ્પાર્કિંગથી આગ લાગી ગઈ. ઘટનાના બાદ સ્થળ પર ચીંખોચીંખ અને અફરાતફરી મચી ગઈ.
મનોહરપુર થાનાની પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ઘાયલોને શાહપુરા ઉપજિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા. ગંભીર રીતે બળી ગયેલાં ૫ મજૂરોને જયપુરમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા. માહિતી મળતાં જ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે આગળ મોકીને અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
 
				 
								