Last Updated on by Sampurna Samachar
નોટીસો અપાઈ હોવા છતાં જમીન પર દુકાનો બાંધવામાં આવી
એક મોટુ શોપિંગ સેન્ટર બાંધી દેવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના જાંબુડીમાં સરકારી જમીન પર ગેરકાયદે ઉભુ કરવામાં આવેલું દબાણ તોડી પાડવામાં આવ્યું છે. નોટીસો અપાઈ હોવા છતાં જમીન પર દુકાનો બાંધી દેવાઈ હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા હોવાથી તંત્ર દ્વારા તેની પર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ દરમિયાન પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના જાંબુડીમાં સરકારી જમીન પર ગેરકાયદે ઉભુ કરવામાં આવેલું દબાણ તોડી પાડવામાં આવ્યું છે. નોટીસો અપાઈ હોવા છતાં જમીન પર દુકાનો બાંધી દેવાઈ હતી.
ગેરકાયદે બાંધકામ પર ૪૬ ઉપરાંત દુકાનો બાંધી દેવાઇ
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના જાંબુડી ગામમાં સરકારી જમીન રેવેન્યૂ સરવે નંબર ૫૩૫માં થયેલું ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા આ સરવે નંબરની જમીન સરકાર કરવામાં આવી હતી. તે છતાંય આ જગ્યા પર એક મોટુ શોપિંગ સેન્ટર બાંધી દેવામાં આવ્યું હતું.
આ બાંધકામને સ્વ ખર્ચે દૂર કરવાની નોટીસો આપવામાં આવી હતી. તે છતાંય ત્યાં કોઈ કામગીરી થઈ નહોતી.જેથી આજે આ બાંધકામને દૂર કરવા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલોલ નગર પાલિકાની હદમાં આવેલી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ પર ૪૬ ઉપરાંત દુકાનો બાંધી દેવામાં આવી હતી. આજે તંત્ર દ્વારા જેસીબી દ્વારા ગેરકાયદે દબાણ તોડવામાં આવ્યું હતું. સરકાર થયેલી જમીન પર બંધાયેલું દબાણ તોડવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.