Last Updated on by Sampurna Samachar
‘ BSFના અધિકારીઓથી લઈને જવાનો તમામ અભિનંદનને પાત્ર’
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ૬૦માં સ્થાપના દિવસ પર આયોજીત સમારંભમાં સામેલ થવા માટે જોધપુર આવેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે જવાનોના જુસ્સાને દાદ આપી હતી. તેમણે અહીં કહ્યું કે, ભારત અજેય છે અને તેને કોઈ હરાવી શકે નહીં. જ્યારે આખો દેશ સુઈ રહ્યો હોય છે, ત્યારે તમે ડ્યૂટી કરતા હોવ છો. શાહે કહ્યું કે, સપ્ટેમ્બર ૧૯૬૫થી લઈને આજ સુધી સતત દેશની પૂર્વી અને પશ્ચિમી સરહદને સુરક્ષા આપવાનો તમે જે રેકોર્ડ બનાવ્યો છે, તેના માટે બીએસએફના અધિકારીઓથી લઈને જવાનો તમામ અભિનંદનને પાત્ર છે.
શાહે સમારંભને સંબોધન કરતા કહ્યું કે, મને ખબર છે કે, આપની ડ્યૂટી અઘરી છે. જવાનો પોતાનો સ્વર્ણકાળ ૪૫ ડિગ્રી સુધી પરિસ્થિતિઓમાં ડ્યૂટી કરતા વિતાવે છે. ૧૪૦ કરોડ દેશવાસીઓની સુરક્ષાનો જે વિશ્વાસ પેદા કર્યો છે, તેનો શ્રેય BSF ને જાય છે. દેશની રક્ષા માટે સીમા પ્રહરીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. શાહે કહ્યું કે, ૧૯૯૨ શહીદ જવાન જેણે આ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, હું તેમને સેલ્યૂટ કરવા અહીં આવ્યો છું. સીમા સુરક્ષા દળ સૌથી વધારે પદક જીતવાનું છે.
તેમણે કહ્યું કે, પોતાના જવાનોની બહાદુરી, સમર્પણ અને બહાદુરીના કારણે મ્જીહ્લ દેશની સુરક્ષાના ઈતિહાસમાં ઘણા સુવર્ણ પૃષ્ઠો પર પોતાનો ગૌરવપૂર્ણ અધિકાર મેળવવામાં સફળ રહી છે. જનતા તમારા પરિવારના સભ્યોની ઋણી રહેશે. હું તમારો પણ ઋણી રહીશ અને સમગ્ર રાષ્ટ્ર વતી હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. આપણે બધાએ વિશ્વના સૌથી મોટા સીમા સુરક્ષા દળના સ્થાપના દિવસે ભવ્ય પરેડ જોઈ છે. તમારી ચપળતા વખાણવા લાયક છે.
આ ઉપરાંત શાહે BSF દ્વારા કરવામાં આવતી અન્ય કામગીરીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મ્જીહ્લએ વૃક્ષારોપણ અને મધમાખી ઉછેરમાં ઘણું સારું કામ કર્યું છે. ૨૦૪૫ સુધીમાં ભારત દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન તમારા વિના અધૂરું છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ડ્રોનની સમસ્યા વધવાની છે. DRDO અને સંરક્ષણ વિભાગના અન્ય તમામ વિભાગોએ મળીને એન્ટી ડ્રોન ગન વિકસાવી છે. તેના સકારાત્મક પરિણામો મળ્યા છે. પોતાના સંબોધનમાં શાહે BSF જવાનોને આપવામાં આવતી સુવિધાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજર હતા.