Last Updated on by Sampurna Samachar
શેરબજાર લાલ નિશાનમાં બંધ
છેલ્લા પાંચ વર્ષમાં ૩૮૦૦ ટકા ઉછળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
૩૦ શેરો ધરાવતો BSF સેન્સેક્સ ઇન્ડેક્સ ૨૩૯.૩૧ પોઈન્ટ ઘટીને ૮૧,૩૧૨.૩૨ પર બંધ થયો હતો. જ્યારે ૫૦ શેરો ધરાવતો NSE નિફ્ટી ૭૩.૭૫ પોઈન્ટ ઘટીને ૨૪,૭૫૨.૪૫ પર પહોંચ્યો છે. સ્થાનિક શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો પણ લાલ રંગમાં બંધ થયા. અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે BSE સેન્સેક્સ ૨૪૦ પોઈન્ટ ઘટ્યો. ૩૦ શેરો ધરાવતો BSE સેન્સેક્સ ૨૩૯.૩૧ પોઈન્ટ ઘટીને ૮૧,૩૧૨.૩૨ પર બંધ થયો. તેમ જ ૫૦ શેરનો NSE નિફ્ટી ૭૩.૭૫ પોઈન્ટ ટકા ઘટીને ૨૪,૭૫૨.૪૫ પર બંધ રહ્યો છે.
કંપનીના શેરમાં ૧૭ ટકાથી વધુનો ઉછાળો આવ્યો
એક એનર્જી કંપનીના શેર છેલ્લા પાંચ વર્ષમાં ૩૮૦૦ ટકા ઉછળ્યા છે. આ દરમિયાન તેના શેર ૧.૭૨ રૂપિયાથી વધી ૬૭ રૂપિયાને પાર થઈ ગયા છે. અમે વાત કરી રહ્યા છીએ સુઝલોન એનર્જી કંપની વિશે. NSE પર સુઝલોન એનર્જીના શેર ૬૭.૬૩ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે ૩ ટકાથી વધુનો વધારો હતો. છેલ્લા એક મહિનામાં આ કંપનીના શેરમાં ૧૭ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. આ કંપનીના શેરનો ૫૨ અઠવાડિયાનો હાઈ લેવલ રેટ ૮૬.૦૪ રૂપિયા રહ્યો છે. તો તેનું ૫૨ અઠવાડિયાનું લો લેવલ ૪૩.૫૦ રૂપિયા રહ્યું છે.