Last Updated on by Sampurna Samachar
આંતરડા બહાર નીકાળતાં રક્તસ્ત્રાવને કારણે થયુ મહિલાનુ મોત
પીડિતા અને બંને આરોપીઓ કોરકુ આદિવાસી સમુદાયના
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખંડવા જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. આદિવાસી વિસ્તાર ખલવાના એક ગામમાં ૪૫ વર્ષીય મહિલા પર ર્નિદયતાથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, બે બદમાશોએ પહેલા મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરી અને પછી તેના ગુપ્ત ભાગોમાં લોખંડનો સળિયો અથવા અન્ય કોઈ વસ્તુ દાખલ કરી અને તેનું ગર્ભાશય બહાર કાઢ્યું હતું. પીડિતનું ઘટનાસ્થળે જ વેદનાથી મૃત્યુ થયું છે. પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

સુત્રોથી મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક આદિવાસી મહિલા પર થયેલા ગેંગરેપની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના પછી, એક આરોપીએ મહિલાના શરીરમાં પોતાનો હાથ ઘુસાડ્યો, જેના કારણે તેના આંતરડા બહાર નીકળી ગયા અને વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ કરી
આ ઘટના રાત્રે જિલ્લાથી ૯૦ કિમી દૂર રોશની પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જ્યાં બીજા દિવસે બપોરે મહિલાનું મૃત્યુ થયું હતું. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આઇજી) સિદ્ધાર્થ બહુગુણા અને તપાસ અધિકારી અને કાલવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર જગદીશ સિંધિયાએ જણાવ્યું હતું કે બે આરોપીઓનિ ધરપકડ કરવામાં આવી છે
મહિલા પર જાતીય હુમલો કર્યા પછી, હરિએ તેના શરીરમાં પોતાનો હાથ દાખલ કર્યો, જેના કારણે તેના આંતરડા બહાર નીકળી ગયા. આરોપીએ આંતરડા પાછું નાખવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયો. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે મહિલાના ગર્ભાશયને કોઈ નુકસાન થયું નથી. હાલમાં પોસ્ટમોર્ટમના પ્રારંભિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
પોલીસને ગુનાના સ્થળેથી કોઈ લોખંડ કે લાકડાના સળિયા મળ્યા નથી, જોકે, પોલીસ ગુનાના સ્થળે ખાટલામાંથી લોહીથી ખરડાયેલ ‘બેડ રોલ’ કબજે કરવા માટે આરોપીને રિમાન્ડ પર લેવાની તૈયારી કરી રહી છે. ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ ૬૬ (મૃત્યુનું કારણ), ૭૦(૧) (સામૂહિક બળાત્કાર) અને ૧૦૩(૧) (હત્યા માટે સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતા અને બંને આરોપીઓ કોરકુ આદિવાસી સમુદાયના છે.
આ હૃદયદ્રાવક ઘટનાને કારણે રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ ઘટનાને માનવતા માટે શરમજનક ગણાવી અને તેની સરખામણી ૨૦૧૨માં દિલ્હીમાં થયેલી ર્નિભયા ઘટના સાથે કરી. મંદસૌરના ભૂતપૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજને સોશિયલ મીડિયા પર લખ્યું, “આ આદિવાસી ર્નિભયા જેવો જ કેસ છે. સરકારનું મૌન શરમજનક છે.” જાહેર અને સામાજિક સંગઠનોએ પણ આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે. રાજ્યમાં આદિવાસી મહિલાઓની સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે.