Last Updated on by Sampurna Samachar
અકસ્માતનું શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી
યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટારમરે ટ્વીટ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં પ્લેન ક્રેશ થયુ તેમાં ગુજરાતીઓ સહિત વિદેશીઓ પર સવાર હતા. મળતી માહિતી મુજબ, વિમાનમાં લગભગ ૫૩ બ્રિટિશ નાગરિકો સવાર હતા. ત્યારે આ દુર્ઘટના બાદ મોટી હસ્તીઓ દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. જ્યાં બ્રિટિશ વડા પ્રધાને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે કહ્યું છે કે વિમાનમાં બ્રિટિશ નાગરિકો હતા.
યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટારમરે ટ્વીટ કર્યું, ” ઘણા બ્રિટિશ નાગરિકોને લઈને લંડન જતું વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. અકસ્માતના દ્રશ્યો ભયાનક છે. મને આ બાબતને લગતી દરેક માહિતી આપવામાં આવી રહી છે. મુસાફરો અને તેમના પરિવારો સાથે મારી સંવેદના છે.”
દુર્ઘટના બહુ જ ભયાનક
ઉલ્લેખનીય છે કે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનર પહોંચ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ પ્લેનમાં અંદાજે ૨૦૦ જેટલા મુસાફરો અને કાર્ગો પણ હતા. દુર્ઘટના એટલી ભયાનક હતી કે સળગેલી હાલતમાં મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા , જે ઓળખી શકાય તેવી સ્થિતિમાં નથી. પ્લેન બિલ્ડિંગમાં અથડાતા ત્યાં પણ મોટા પાયે નુકસાન થયું છે.