જામનગરમાં રિફાઇનરીને ૨૫ વર્ષ પૂરા આ પ્રસંગે ઈશા અંબાણીએ કર્યું સંબોધન
(સંપૂર્ણ સમાચાર સેવા)
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર આકાશ અંબાણીએ કહ્યું કે, “અમે જામનગરમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે કમિટેડ છીએ. અમે આ દુનિયાના ટોપ બ્રાન્ડ્સની વચ્ચે લઈને જઈશું.” તેમણે કહ્યું કે, “હું ઈશા અને અનંત સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રોથ માટે સાથે કામ કરવા માટે કમિટેડ છું. જામનગર રિલાયન્સ ફેમિલીનું એક આભૂષણ છે.”
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની જામનગરમાં આવેલી રિફાઇનરીને ૨૫ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ ખાસ અવસર પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર ઈશા અંબાણી પીરામલે રિફાઇનરીના કર્મચારીઓને સંબોધન કર્યું હતું. તો વળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના નિદેશક આકાશ અંબાણીએ જામનગરમાં AI માળખાગત ઢાંચાને વિકસિત કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જામનગરને રિલાયન્સ પરિવારનું અનમોલ ઘરેણું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “આ કામ ૨૪ મહિનાના નાના એવા ગાળામાં જામનગરની સાચી ભાવનાને અનુરૂપ કરવામાં આવશે.”
ઈશા અંબાણી અને અનંત અંબાણી સાથે આકાશ અંબાણીએ રિલાયન્સના વિકાસ માટે મળીને કામ કરવાની કટિબદ્ધતા દર્શાવી છે. તેઓ જામનગર રિફાઇનરીના ૨૫ વર્ષ પૂરા થવાના અવસર પર આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, “અમે જામનગરમાં જે AI ઢાંચા પર કામ શરૂ કર્યું છે, તે ન ફક્ત જામનગરને એઆઈ માળખાગત ઢાંચામાં અગ્રણી બનાવશે, પણ તેને દુનિયામાં ટોપ રેન્કમાં પણ રાખશે.”
“અમે જામનગરમાં તેનું નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે અને અમે તેને જામનગર સ્ટાઇલમાં રેકોર્ડ સમયમાં પૂરું કરવા માગીએ છીએ, જેવું કે અમે જામનગરમાં હંમેશા ૨૪ મહિનામાં કર્યા છે.” તેમણે કહ્યું કે, “ઈશા, અનંત અને હું, અમે એકબીજાને વચન આપીએ છીએ કે, અમે મળીને રિલાયન્સને આગળ વધારીશું અને ખાતરી આપીએ છીએ કે, જામનગર હંમેશા અમારા રિલાયન્સ પરિવારનું ઘરેણું બનીને રહેશે. આ અમારા માતા-પિતા સહિત આખા રિલાયન્સ પરિવાર પ્રત્યે મારી કટિબદ્ધતા છે.”