સરહદ પર કરી પાકિસ્તાન પહોચેલા બાદલની પાકિસ્તાન પોલીસે કરી લીધી ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાની યુવતી સાથે પ્રેમ સંબંધમાં ધરપકડ થયા બાદ ભારતના ઉત્તર પ્રદેશના અલીગઢથી પાકિસ્તાન ગયેલા યુવકને પ્રેમ મોંઘો પડ્યો છે. પાકિસ્તાની પોલીસે તેની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી દીધો. આશિક દિલ પર ચોટ તે સમયે લાગી જ્યારે તેની પાકિસ્તાની મહેબૂબાએ તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો. સોશિયલ મીડિયા પર લોકો બાદલ બાબુને એવું કહીને મઝાક ઉડાવી રહ્યા છે કે, “બુલાતી હૈ મગર જાને કા નહીં” હાલમાં પાડોશી દેશમાં બાદલ બાબુની ધરપકડના અહેવાલને કારણે તેના ઘરમાં કોહરામ મચ્યો છે.
હકીકત એ છે કે અલીગઢના બરલા પોલીસ સ્ટેશન વિસ્તારના ખિતકારી ગામમાં રહેતો બાદલ બાબુ શરમાળ સ્વભાવનો છોકરો હતો. ઓગસ્ટ ૨૦૨૪માં રક્ષાબંધન બાદ નોકરીની શોધમાં તે દિલ્હી પહોંચ્યો હતો. તેને ક્યાંક નોકરી પણ મળી ગઈ હતી. બકોલ બાબુના પિતા કિરપાલ સિંગ, બાદલ બાબૂ મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો. બાબુના પિતા કિરપાલ સિંહના જણાવ્યા અનુસાર બાદલ બાબુને જ્યારે તેમના પુત્રની ધરપકડની જાણ સોશિયલ મીડિયા દ્વારા થઈ ત્યારે તેઓ વિશ્વાસ ન કરી શક્યા. હવે પિતાને શું ખબર કે ફેસબુકના આદી રહેનાર શરમાળ છોકરો આ બધા કાંડ કરે છે.
જાેકે, લગભગ ૨૦-૨૫ વર્ષની ઉંમરની બાબૂને ૨૮ ડિસેમ્બરે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મંડી બહાઉદ્દીન જિલ્લા (લાહોરથી લગભગ ૨૪૦ કિલોમીટર દૂર) માં ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં ઘૂસવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બાબૂએ ફેસબુક મિત્ર સનાને મળવા માટે ગેરકાયદેસર રીતે સીમા પાર કરી હતી, જેની સાથે તે લગ્ન કરી ઘર વસાવવા માંગતો હતો. બાબૂને પાકિસ્તાનના વિદેશી કાનૂનની ધારા ૧૩ અને ૧૪ હેઠળ ધરપકડ કરી લેવામાં આવી, કારણ કે તે કોઈ કાયદાકીય દસ્તાવેજ વગર પાકિસ્તાનમાં ઘૂસ્યો હતો. બાબૂને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેણે ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, હવે આ મામલાની આગામી સુનવણી ૧૦ જાન્યુઆરીએ થશે.
બાબૂની ધરપકડ થયા બાદ પાકિસ્તાન પોલીસે તેની મહેબૂબાના સરનામે પહોંચીને તેનું પણ નિવેદન નોંધ્યું. ૨૧ વર્ષીય સના રાનીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તે અઢી વર્ષથી ફેસબુક પર બાબૂની મિત્ર છે. પરંતુ હું બાબૂ સાથે લગ્ન કરવા માંગતી નથી. બાબૂ ગેરકાયદેસર રીતે સીમા પાર કરી મંડી બહાઉદ્દીનમાં સના રાનીના મોંગ ગામમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે પોલીસે ઘરપકડ કરી લીધી. શું બાબૂની રાની સાથે મુલાકાત થઈ કે નહીં, આ સવાલ પર પોલીસ ઓફિસરોએ જણાવ્યું હતં કે તે તેનું મોઢું જોઈ શકે નહીં.
બાદલ બાબૂની ધરપકડના અહેવાલ સામે આવ્યા બાદ કોહરામ મચ્યો છે. તેના પરિવારે ભારત સરકાર, ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ મામલામાં દખલ કરવાની અને બાબૂને છોડાવવા માટે પાકિસ્તાન સાથે વાતચીત કરવાની અપીલ કરી છે. બાબૂની માતા જણાવે છે કે, અમે અમારા દીકરાને પાછો લાવવા માંગીએ છીએ અને અમને નથી ખબર કે તે કેવી રીતે ભારત આવશે? અમે પ્રધાનમંત્રીને મદદ માટે અપીલ કરી રહ્યા છીએ. દરમિયાન, અલીગઢના પોલીસ અધિક્ષક (ગ્રામીણ) અમૃત જૈને પુષ્ટિ કરી છે કે પરિવાર તરફથી અરજી મળી છે. તે આગળ આ મામલો વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવશે. જૈને કહ્યું, “અમે જે પણ જરૂરી પગલાં લઈશું તે કરીશું. અમારું પ્રાથમિક લક્ષ્ય પાકિસ્તાનની કસ્ટડીમાંથી તેની મુક્તિ સુનિશ્ચિત કરવાનું છે.”