ચેરમેન સંજય પટેલે કરોડોની કમાણી કર્યાના આક્ષેપ કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
BZ કૌભાંડ મામલે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે સાબરકાંઠામાં BZ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. BZ કૌભાંડ હવે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે. તલોદ માર્કેટયાર્ડ ચેરમેનના નામે CID માં નનામી અરજી મળી છે . ક્રાઈમના પરિક્ષિતા રાઠોડને અરજી કરાઈ છે. ચેરમેન સંજય પટેલે કરોડોની કમાણી કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાબરકાંઠામાં BZ કૌભાંડને લઇ હવે સ્થાનિક રાજકીય માહોલ ગરમ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે.
તલોદ માર્કેટ યાર્ડના ચેરમેનના નામે CID ક્રાઈમને નનામી અરજી કરાઇ છે. ચેરમેન સંજય પટેલે BZ ગ્રુપ મારફતે કરોડોની કમાણી કર્યાના આક્ષેપ કરાયા છે. આ સાથે ખેડૂતોના નામે ખોટા બીલો બનાવી બ્લેકના વ્હાઈટ પૈસાનો ખેલ કર્યાના આક્ષેપ પણ કર્યા છે.
તેવામાં હવે તલોદ માર્કેટયાર્ડ ચેરમેને કર્યો મોટો ખુલાસો કર્યો છે. સંજય પટેલે રાજકીય રીતે બદનામ કર્યાનો દાવો કર્યો છે. તલોદ માર્કેટયાર્ડ ચેરમેને જણાવ્યું હતું કે, સંગઠન પર્વ ચાલતું હોઇ નિશાન બનાવ્યો છે. ક્યારેય ભૂપેન્દ્ર ઝાલાને મળ્યો નથી અને અરજી અંગે CID તપાસમાં સહકાર આપીશ. આ સાથે ખોટી અરજી કર્યા અંગે તપાસ કરવા માટે કાયદાકીય સલાહ મેળવી માગ કરાશે. રાજકીય અને નિવૃત અધિકારી દ્વારા ષડયંત્ર રચાયાની આશંકા હોવાનું પણ માર્કેટયાર્ડ ચેરમેને દાવો કર્યો હતો.