લાલુ યાદવના નિવેદનથી રાજનીતિમાં વાતાવરણ ગરમાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના રાજકારણમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજકીય ભવિષ્યને લઈને અસમંજસની સ્થિતિ ખતમ થવાનું નામ નથી લઈ રહી. RJD સુપ્રીમો લાલુ યાદવના નીતિશ કુમાર માટે દરવાજા ખુલ્લા હોવાના નિવેદને તો ભાજપના જૂથમાં પણ હડકંપ મચાવી દીધો છે. જાન્યુઆરીની ઠંડી વચ્ચે લાલુ યાદવ અને RJD ના નેતા પોતાના નિવેદનોથી રાજકારણ ગરમાવી રહ્યા છે. લાલુ યાદવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે દરવાજા ખુલ્લા છે.
લાલુ યાદવના આ નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ લાલુ યાદવ પર પ્રહાર કરતા કહ્યું કે, લાલુ યાદવ દિવસે સપના જોઈ રહ્યા છે. જોકે, સમ્રાટના પ્રહાર બાદ તેજસ્વી યાદવે મોરચો સંભાળ્યો અને કહ્યું કે, મીડિયાને ચુપ રાખવા માટે લાલુ યાદવે આ નિવેદન આપ્યું હતું. આ તમામ નિવેદનોથી લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, આખરે બિહારમાં થઈ શું રહ્યું છે?
જણાવી દઈએ કે, RJD નેતા તેજસ્વી યાદવે હાલમાં જ નીતિશ કુમારને માટે દરવાજા બંધ છે તેવું નિવેદન આપ્યું હતું. પરંતુ, તેજસ્વી યાદવના નિવેદનના ૭૨ કલાક પણ નહતાં થયાં અને લાલુ યાદવનું નીતિશ કુમારને લઈને નિવેદન સામે આવ્યું. એવામાં બિહારનું રાજકારણ એક ખીચડી બનીને તમામને મૂંઝવણમાં મુકી રહ્યું છે. પરંતુ, અહીં સવાલ એ થાય છે કે, આ ખીચડી બનાવી કોણ રહ્યું છે? શું બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં બિહારમાં ફરી એકવાર રાજકીય ભૂકંપ આવશે? લાલુ યાદવનું કહેવું છે કે, નીતિશ કુમાર માટે તો દરવાજા હંમેશા ખુલ્લા છે. પરંતુ, તે વારંવાર દરવાજાની બહાર જતા રહે છે. શું લાલુ યાદવનું આ નિવેદન નીતિશ કુમાર માટે ગ્રીન સિગ્નલ છે?
નોંધનીય છે કે, જો આ વખતે નીતિશ કુમાર પલટી મારવાવાળા રાજકારણ વિશે વિચારશે તો પણ તેમના માટે એટલું સરળ નહીં રહે. કારણકે, આ વખતે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બિહાર પર ચાંપતી નજર રાખીને બેઠા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બિહારના રાજકારણ પર દિલ્હીથી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને JDU ના બે નેતા કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા અને કેન્દ્રીય મંત્રી લલન સિંહ પર નજર રાખવામાં આવી રહી છે. આરસીપીવાળી કહાનીનું એકવાર ફરી પુનરાવર્તન ન થાય તે માટે ભાજપ પણ સતર્ક છે. એવામાં એકવાર ફરી નીતિશ કુમારની પલટી મારવું એટલું સરળ નહીં રહે.
બિહારના રાજકારણને નજીકથી જાણતાં રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, નીતિશ કુમાર ખૂબ ચાલાક અને હાર્ડ બારગેનર છે. ભાજપને જણાવી રહ્યા છે કે, તેનો બિહારમાં હજુ પણ રાજકીય જનાધાર પહેલાં જેવો જ છે. તેથી પટનામાં દર ૭ દિવસ બાદ નીતિશ કુમારના નામે JDU અલગ-અલગ પોસ્ટર લગાવે છે. નીતિશ કુમારની આ બધી તૈયારીઓ આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહી છે. બિહારમાં નીતિશ કુમારને એનડીએના નેતા માનવા સિવાય ભાજપ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એવામાં કોઈ બેમત નથી કે, જો નીતિશ કુમારને RJD ના મુખ્યમંત્રી પદની ઑફર કરે તો તે ત્યાં પણ જઈ શકે છે. જોકે, આ વખતે નીતિશ કુમાર માટે આ પલટી મારવી સરળ નહીં રહે. કારણ કે, નીતિશ કુમારની આસપાસ જેટલાં પણ મોટા નેતા ફરી છે, તે તમામ ભાજપ સાથે રહેવાના પક્ષમાં છે.
કુલ મળીને બિહારમાં આ વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગયા છે. કોઈ મુખ્યમંત્રીનું પદ સુરક્ષિત કરવા ઈચ્છે છે, તો કોઈ મુખ્યમંત્રી પદ સુધી પહોંચવાનો રસ્તો સરળ કરવાની તૈયારી કરે છે. ઘણાં વર્ષોથી જાેઈ રહેલાં રાહને ખતમ કરવા માગે છે. ખાસ કરીને આરજેડી સુપ્રીમો લાલુ યાદવે આ વિશે તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવાના દરેક પ્રયાસ અત્યારથી જ શરૂ કરી દીધા છે, જેનાથી દીકરાનો રસ્તો સરળ થઈ જાય. વળી, ભાજપ આ વખતે નીતિશ કુમારને સાથે રાખીને પોતાના મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે.