આરોપી ફોરેનથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવતો અને પેડલરો રાખી વેચતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાંવટવા પોલીસે બાતમીના આધારે હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપ્યો છે. વટવા પોલીસે મોરબીના યોગેશ પટેલ, નિધિ અને સાયલી નામની મહિલાઓ સામે ગાંજાની હેરાફેરી મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે રૂપિયા ૩.૬૦ કરોડની કિંમતનો ૧૨ કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો.
અગાઉ અમદાવાદ શહેરમાંથી હાઈબ્રિડ ગાંજાના જથ્થો ઝડપાયો છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે એક સપ્લાયરની ધરપકડ કરી છે. આ પહેલા સાણંદ નજીક ઉલારિયા ચોકડી પાસેથી બે દિવસ પહેલા મોડી રાત્રે ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળેલા શખ્સ પાસેથી ૧૦.૦૫ ગ્રામ હાઈબ્રિડ ગાંજો અને ૨૭.૪૫ ગ્રામ ચરસનો જથ્થો કબજે કર્યો હતો. અમદાવાદ રૂલર પોલીસે ઉજાલા ચોકડી પાસેતી ૩૭૫ ગ્રામ હાઈબ્રિડ ગાંજા સાથે નબીરાને ઝડપી પાડ્યો હતો. આરોપી અર્ચિત અગ્રવાલ ફોરેનથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવતો હતો અને પેડલરો રાખી ગાંજો વેચતો હતો. એટલું જ નહીં ગાંજાનું સેવન કરતી પ્રતિક્રિયા આપતો બ્લોગ લખી યુવાધનને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો હતો.
આરોપી અર્ચિત અગ્રવાલ બોપલ વિસ્તારમાં લક્ઝયુરિયસ કાર સાથે પાડી સોશિયલ મીડિયા પોસ્ટ કરી સીનસપાટા મારતો હતો. આરોપીનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં કોઇ કલ્બ જેવા ફાર્મહાઉસ નજર પડે છે. તેમાં અર્ચિત અગ્રવાલ તેના મિત્રો સાથે જાેવા મળે છે. વીડિયોમાં અર્ચિત ગાંજાનું સેવન કરે છે અને કસ મારી ધુમાડા ઉડા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ૨૦૦ કિલોથી વધુ ગાંજો અને એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. ઓડિશાથી ટ્રકમાં ભરીને લાવવામાં આવેલા ગાંજા અને ડ્રગ્સ સાથે ૩ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ડિલિવરી આપવા માટે આવી રહ્યા હતા. વટવામા ડિલિવરી કરે તે અગાઉ જ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને ઝડપી મોટી માત્રામાં ગાંજો અને ડ્રગ્સ કબ્જે કર્યું છે. આ જથ્થો કોને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ટ્રક ઝડપી હતી. જેમાં તપાસ કરતા ટ્રકમાંથી સૂકવેલો ગાંજાનો પાવડર અને એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.