ફૂટબોલર નેમારે કારકિર્દીમાથી નિવૃત્તિ લેવાની કરી મોટી જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રાઝિલના દિગ્ગજ ફુટબોલર નેમારે પોતાની નિવૃત્તિને લઈને મોટી જાહેરાત કરી દીધી છે. તેણે એ વાતનો ખુલાસો કરી દીધો છે કે તે અંતિમ ઈન્ટરનેશનલ મેચ ક્યારે રમશે. નેમારની ઉંમર ૩૪ વર્ષ થઈ ચૂકી છે અને તેની સામે ફિટનેસને મેનેજ કરવાનું લક્ષ્ય છે. નેમાર પોતાની અંતિમ મેચ ફુટબોલ વર્લ્ડ કપ ૨૦૨૬ રમવાનો પ્રયત્ન કરશે. આ વર્લ્ડ કપમાં બ્રાઝિલ ટ્રોફી જીતીને નેમારને યાદગાર વિદાય આપવાનો જરૂર પ્રયત્ન કરશે. બ્રાઝિલની ટીમ વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ પ્રક્રિયાની હજુ પણ ૬ મેચ બાકી છે. જેમાં તે ટોપ-૬માં સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
બ્રાઝિલના સ્ટાર ફુટબોલર નેમારે સંન્યાસને લઈને કહ્યું કે હું જાણું છું કે આ મારો અંતિમ વર્લ્ડ કપ, મારી અંતિમ તક હશે અને હું આમાં રમવા માટે દરેક શક્ય પ્રયત્ન કરીશ. ૩૨ વર્ષનો નેમાર એક વર્ષથી વધુ સમયથી બ્રાઝિલ માટે રમ્યો નથી. નેમાર છેલ્લા થોડા સમયથી ઈજાની સમસ્યાથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે તેણે પોતાના કરિયરને લઈને મોટો ર્નિણય કરી લીધો છે.
બ્રાઝિલનો સ્ટાર ખેલાડી નેમાર ટીમમાં ફોરવર્ડ ખેલાડી તરીકે રમે છે. તેણે પોતાના ઈન્ટરનેશનલ કરિયરની પહેલી મેચ ૧૦ ઓગસ્ટ ૨૦૧૦એ સંયુક્ત રાજ્ય અમેરિકા વિરુદ્ધ રમી હતી. જેમાં નેમારે એક ગોલ કર્યો હતો. તેણે અત્યાર સુધી બ્રાઝિલ માટે ૧૨૮ મેચ રમી છે. જેમાં નેમારે ૭૯ ગોલ કર્યાં છે. તે બ્રાઝિલ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. આ મામલે નેમારે દિગ્ગજ ફુટબોલર પેલેને પણ પાછળ છોડી દીધો છે. પેલેએ પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં ૭૭ ગોલ જ કર્યાં હતા.