Last Updated on by Sampurna Samachar
ગર્લફ્રેન્ડનુ કારમાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી
પોલીસે આ હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મેરઠ, રાજસ્થાન અને હવે દિલ્હીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડનુ ગળુ દબાવીને હત્યા કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે યુવતીએ અન્ય છોકરાઓ સાથે વાત કરવા બદલ તેની ગર્લફ્રેન્ડ પર ગુસ્સે ભરાયેલા એક યુવકે કારમાં તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. જ્યાં તે લાશનો નિકાલ કરવા માટે લાંબા સમય સુધી કારમાં જ ફરતો રહ્યો અને પછી એક મિત્રની મદદથી તે છાવલા નામના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં તેણે લાશને કેનાલમાં ફેંકી દીધી હતી.

લાશ બહાર તરતી ન રહે તે માટે, આરોપીઓએ હાથ-પગ દોરડાથી બાંધી દીધા અને તેમાં પથ્થર પણ બાંધી દીધા હતા. જોકે, પાંચ દિવસ પછી, લાશ પાણીમાંથી તરતી બહાર આવી અને છાવલા પોલીસે તે મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ હત્યા કેસની તપાસ કરતી વખતે પોલીસે આરોપી આસિફ અને જાવેદ ઉર્ફે ઝુબૈરની ધરપકડ કરી હતી.
મૃતક યુવતી કોલ સેન્ટરમાં કરતી હતી નોકરી
મૃતકની ઓળખ કોમલ તરીકે થઈ છે. તે સુંદરનગરીમાં રહેતી હતી અને એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી. દ્વારકા જિલ્લાના ડેપ્યુટી પોલીસ કમિશનર અંકિત સિંહે જણાવ્યું હતું કે, ૧૭ માર્ચે ચાવલા પોલીસ સ્ટેશનને નજફગઢ નાળામાં એક છોકરીના મૃતદેહ અંગે માહિતી મળી હતી. આ બાદ, પોલીસે મૃતદેહને ગટરમાંથી બહાર કાઢ્યો હતો. શરીર સડી ગયેલી હાલતમાં હતું. છાવલા પોલીસે દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનોને મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ કરી હતી.
આ દરમિયાન, નંદ નગરીમાંથી ગુમ થયેલી એક છોકરીના પરિવારના સભ્યોએ મૃતદેહ તેમની પુત્રી કોમલ તરીકે ઓળખાવ્યો હતો. તેણે જણાવ્યું કે, કોમલ ૧૨ માર્ચથી ગુમ હતી. આ અંગે નંદ નગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. છાવલા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે છોકરીની કોલ ડિટેલ્સની તપાસ કરી, જેમાં છેલ્લો કોલ આસિફ નામના ટેક્સી ડ્રાઇવરનો હતો. પોલીસે આસિફને કસ્ટડીમાં લીધો અને પૂછપરછ કરી હતી.
હત્યાના આરોપી આસિફે જણાવ્યું કે, તે કોમલ સાથે પાંચ વર્ષથી મિત્ર હતો. તે કેટલાક દિવસોથી તેને ઇગ્નોર કરી રહી હતી. આ સમય દરમિયાન તેને ખબર પડી કે, તે બીજા છોકરાઓ સાથે વાત કરી રહી છે. તેણે કોમલને વાત કરવાના બહાને નિર્માણ વિહાર પાસે બોલાવી હતી. પછી બંને ટેક્સીમાં બેઠા અને ત્યાંથી ચાલ્યા ગયા હતી.
વાતચીત દરમિયાન બન્ને સાથે ઝઘડો થયો હતો. તેણે કારમાં જ કોમલનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. તેણે તેના મિત્ર જાવેદ ઉર્ફે ઝુબેર સાથે મળીને મૃતદેહનો નિકાલ કર્યો હતો. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ સોંપવામાં આવ્યા બાદ, પરિવાર નંદ નગરીમાં ગગન સિનેમા પહોંચ્યો હતો. પરિવારના સભ્યો મૃતદેહને રસ્તા પર મૂકીને વિરોધ કરવા માંગતા હતા, પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તેમને સમજાવ્યા અને તેમ કરતા અટકાવ્યા હતા.
મૃતક કોમલની દાદી વિમલાએ જણાવ્યું હતું કે, તેની પૌત્રીને આસિફ સાથે કોઈ મિત્રતા નહોતી. તેમણે બંને આરોપીઓને મૃત્યુદંડની માંગ કરી છે. દાદીએ જણાવ્યું કે, જાવેદ ઉર્ફે ઝુબૈર તેના પાડોશમાં રહેતો હતો, જ્યારે આસિફ સુંદર નગરીના ઓ બ્લોકમાં રહેતો હતો. કોમલના પરિવારે જાવેદ અને તેના પરિવાર સાથે કોઈ વાતચીત કરી ન હતી. ઘટના બાદ જાવેદની પત્ની અને બાળકો ભાગી ગયા છે.