Last Updated on by Sampurna Samachar
અનંત અને આકાશ અંબાણી ૩.૫૯ લાખ કરોડની કુલ સંપત્તિ સાથે ટોપ પર
૫ ટકા ભાગીદારી સાથે અમદાવાદ ચોથા સ્થાને
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુનિયાના ધનવાન ઉદ્યોગપતિ માંના એક મુકેશ અંબાણીના બંને પુત્રો આકાશ અને અનંત અંબાણી સંયુક્ત રૂપથી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ૩૬૦ વન વેલ્થ (પહેલા IIFL વેલ્થ) અને ક્રિસિલના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે કે સૌથી ધનીક ભારતીયોના લિસ્ટમાં અનંત અને આકાશ અંબાણી ૩.૫૯ લાખ કરોડની કુલ સંપત્તિ સાથે ટોપ પર છે.
૩૬૦ વન વેલ્થ અને ક્રિસિલે પોતાના આ સ્ટડીમાં આવા ૨૦૧૩ ભારતીયોને સામેલ કર્યા, જેણે પોતાની મહેનત અને ઈચ્છાશક્તિના દમ પર સંપત્તિ બનાવી. આ બધા વ્યક્તિઓની સંપત્તિ કુલ મળી લગભગ ૧૦૦ લાખ કરોડ રૂપિયા છે, જે દેશની GDP નો લગભગ એક તૃતીયાંશ ભાગ છે. આ રિપોર્ટમાં માત્ર તે લોકોને સામેલ કરવામાં આવ્યા છે, જેની પાસે ઓછામાં ઓછા ૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે.
મુંબઈ ભારતનું નાણાકીય કેપિટલ
રિપોર્ટમાં તે વાત પણ સામે આવી છે કે મુંબઈ ભારતનું નાણાકીય કેપિટલ બનતું જઈ રહ્યું છે. અહીં રહેતા ૫૭૭ વ્યક્તિ ૩૬૦ વન વેલ્થ અને ક્રિસિલના સૌથી ધનીક ભારતીયોના લિસ્ટમાં સામેલ છે, જેની કુલ સંપત્તિમાં ૪૦ ટકા સુધીની ભાગીદારી છે. ૧૭ ટકા ભાગીદારી સાથે દિલ્હી બીજા, ૮ ટકા ભાગીદારી સાથે બેંગલુરૂ ત્રીજા અને ૫ ટકા ભાગીદારી સાથે અમદાવાદ ચોથા સ્થાને છે.
આ યાદીમાં ૪૦ વર્ષથી ઓછી ઉંમરના ૧૪૩ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. જેમણે અઢળક સંપત્તિ બનાવી છે, જેમાંથી ઘણાએ ડિજિટલ સાહસો દ્વારા આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારત પેના સહ-સ્થાપક શાશ્વત નાકરાણી ૨૭ વર્ષની ઉંમરે આ યાદીમાં સામેલ થનારા સૌથી યુવા વ્યક્તિ છે. આ યાદીમાં ૧૬૧ વ્યક્તિઓ પાસે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે, જ્યારે ૧૬૯ વ્યક્તિઓ પાસે ૫૦૦૦ કરોડ રૂપિયાથી ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની વચ્ચેની સંપત્તિ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ગ્રુપ અને અદાણી ગ્રુપ જેવા ઘણા મોટા કોર્પોરેટ ગૃહોના પ્રમોટરો પાસે લગભગ ૩૬ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. રિપોર્ટ અનુસાર, બેંકિંગ, ટેલિકોમ અને ઉડ્ડયન ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો પાસે સૌથી વધુ સંપત્તિ છે, જે ૭,૯૦૦ કરોડ રૂપિયાથી ૮,૫૦૦ કરોડ રૂપિયાની વચ્ચે છે.
ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઘણા ધનિક લોકોનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. તેમના પછી, નાણાકીય સેવાઓ અને આઇટી સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. ભારતની કુલ સંપત્તિમાં મહિલાઓની ભાગીદારી ૨૪ ટકા છે. તેમાં ફાર્માસ્યુટિકલ સેક્ટર સાથે જાેડાયેલી મહિલાઓની ભાગીદારી સૌથી વધુ ૩૩ ટકા છે, ત્યારબાદ નાણાકીય સર્વિસની મહિલાઓની ભાગીદારી ૨૪ ટકા છે. ઈશા અંબાણી આ લિસ્ટમાં સૌથી ધનવાન મહિલા છે.