Last Updated on by Sampurna Samachar
શાળા – કોલેજ , શોપિંગ મોલ અને બહુમાળી ઇમારતોમાં કેમેરા લગાવવા આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોટાદ શહેરમાં તમામ જાહેર સ્થળો પર કેમેરા લગાવવા તાકીદ કરવામાં આવી છે. માનવ જીવન અને લોકોની મિલકતને નુકસાન અટકાવવા માટે સાવચેતીના પગલા રૂપે બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે તેમની સત્તા હેઠળ એક જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામા મુજબ તમામ બેંકિંગ સંસ્થાઓ, સોના, ચાંદી અને હીરાના દાગીનાના વેચનાર, શોપિંગ મોલ, વિક્રેતાઓ, શોપિંગ મોલ્સ, મલ્ટિપ્લેક્સ, થિયેટર, શોપિંગ સેન્ટરો, વાણિજ્યિક કેન્દ્રો, હોટેલો/ગેસ્ટ હાઉસ/લોજિંગ-બોર્ડિંગ, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસ, રેસ્ટ હાઉસ, બહુમાળી ઇમારતો, શાળાઓ/કોલેજો અને ટ્યુશન વર્ગો જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે છે ત્યાં સીસીટીવી કેમેરા મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અભ્યાસમાં મોટા ધાર્મિક સ્થળો વગેરેમાં પૂરતા પ્રમાણમાં CCTV કેમેરા લગાવવા અને લોકોની તપાસ કરવી જરૂરી જણાયું છે. કેમેરા કેવી રીતે ઇન્સ્ટોલ કરવાના છે અને સૂચનાઓના અમલીકરણ માટે, કોઈપણ સ્થળના આંતરિક ભાગો એવી રીતે ઇન્સ્ટોલ કરવાના રહેશે કે ઉપરોક્ત સૂચનામાં ઉલ્લેખિત મુજબ સંપૂર્ણ કવરેજ સતત રહે.
કેમેરા એવી રીતે સ્થાપિત કરવામાં આવશે કે દરેક જગ્યા, ભોંયરામાં/ભૂગર્ભ પાર્કિંગ વિસ્તારની અંદર/બહાર અને આવતા-જતા લોકો અને વાહનોની બધી ગતિવિધિઓ સ્પષ્ટ રીતે જોઈ શકાય. ઇમારતના બાહ્ય ભાગમાં મેગાપિક્સેલ કેમેરા સ્થાપિત કરવામાં આવશે. શોપિંગ કોમ્પ્લેક્ષોએ મોલની આસપાસ ૨ મેગાપિક્સેલ સીસીટીવી કેમેરા લગાવવા પડશે જેથી મોલની સામેના જાહેર રસ્તા પર થતી પ્રવૃત્તિઓ રેકોર્ડ કરી શકાય.