રિપલ પંચાલનું ડ્રાઈવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના બોપલ આંબલી રોડ પર બેફામ રીતે કાર ચલાવીને અકસ્માત કરનારા રિપલ પંચાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ RTO વિભાગે આરોપી રિપલ પંચાલનું લાયસન્સ કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દીધું છે. જેથી રિપલ પંચાલ હવે જીવનમાં ક્યારેય વાહન ચલાવી શકશે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર જો આરોપી વાહન ચલાવતા પકડાશે, તો તેનું વાહન ડિટેઈન કરવા સાથે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે. આ સાથે જ ૩ વખત હેલ્મેટ પહેર્યા વિના પકડાયેલા ૮૫૦ વાહનચાલકોના લાયસન્સ ૩ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ બોપલ-આંબલી રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં ચાર થી પાંચ રાહદારીઓને કાર ચાલકે અડફેટે લીધા હતા.
અમદાવાદ શહેરમાં નબીરાઓનો આતંક વધ્યો. આંબલી બોપલ રોડ નબીરાએ સર્જ્યો અકસ્માત. ઓડી કાર ચાલકે ૪થી ૫ વાહનોને લીધા અડફેટે. નબીરાઓ અનેક બાઈકોને કચડ્યા. નશામાં ધૂત અને સિગારેટ પીને ચલાવી રહ્યો હતો કાર. ગુસ્સે થયેલા ટોળાએ કારચાલકને માર માર્યો. આટલું કર્યા બાદ પણ નબીરાના તેવર ઓછા થયા ન હતા. તેણે ગાડીમાં જ બેસીને લોકોની સામે સિગારેટના દમ માર્યા હતા. સ્થાનિક લોકોએ કહ્યું કે, તે ફુલ પીધેલો હતો.’
સોમવારે સવારે ૯ વાગ્યાની આસપાસ રીપલ પંચાલે આ અકસ્માત સર્જ્યો હતો. ધન્નાસેઠનો પાવર જુઓ મીડિયાને કહ્યું મારો વકીલ જવાબ આપશે. દારૂડિયા રિપલની અકડ જાેવા જેવી હતી. તેણે ખુલ્લમખુલ્લા કહ્યું હતું કે, મને અફસોસ નથી. નશો કરવાની મારી પાસે પરવાનગી છે. હું નોર્મલ છું, કોઈની જાેડે અકસ્માત નહીં થયો. સ્થાનિકોએ રીપલને એટલો માર માર્યો હતો કે, તેના કપડા પણ ફાટી ગયા હતા. ધન્નાસેઠ આરોપી રિપલ પંચાલને કોઈ અફસોસ નથી તેવુ તેણે સ્પષ્ટ કહ્યું હતું.
રિપલ પંચાલને અકસ્માત કર્યાનો કોઈ અફસોસ તેના ચહેરા પર દેખાતો ન હતો. આરોપી રિપલે કહ્યું મને કોઈ અફસોસ નથી. એટલુ જ નહિ, લોકોએ તેને માર માર્યો તેના પણ તેને હોંશકોંશ ન હતા. અમદાવાદમાં ગત સોમવારે ઈસ્કોન આંબલી રોડ પર રિપલ પંચાલે નશાની હાલતમાં અકસ્માત સર્જયો હતો. જાેકે, આ અકસ્માતના ૨૪ કલાકમાં જ આરોપીને જામીન મળી ગયા હતા.