Last Updated on by Sampurna Samachar
Contents
PCB ના કુબેરનગર અને શાહપુરમાં દરોડા પડ્યા
બંને કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસને થાપ આપી ફરાર થવામાં સફળ રહ્યા છે, જેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં PCB દ્વારા સરદારનગરના કુબેરનગર અને શાહપુર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન લાખોની કિંમતનો વિદેશી દારૂ, બીયરના ટીન અને દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, બંને કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસને થાપ આપી ફરાર થવામાં સફળ રહ્યા છે, જેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સરદારનગરમાં આવેલા કુબેરનગરમાં એક મકાનમાં PCB એ રેડ કરી હતી. આ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીન મળી કુલ ૩૦૧ નંગ મુદ્દામાલ મળ્યો હતો. આ ઉપરાંત ૩ મોબાઈલ ફોન સહિત કુલ ૨,૧૧,૬૪૨ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મેટ્રો બ્રિજ નીચે રેડ પાડવામાં આવી
આ ઘટના કુલ બે આરોપી ફરાર છે. જેની પકડ કરવા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. શાહપુર મીઠન સૈયદના છાપરાની પાછળ આવેલા મેટ્રો બ્રિજ નીચે રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન PCB એ ૧,૭૦,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જેમાં ૬ પ્લાસ્ટિકના કોથળામાં ભરેલો ૧૦૨ લીટર દેશી દારૂ, એક ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ સામેલ છે. મહત્વનું છે કે, આમ રિક્ષા ચાલક ફરાર છે જેની ધરપકડ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.