Last Updated on by Sampurna Samachar
અવારનવાર લાઈનમાં ભંગાણથી લોકો પરેશાન
શાળાના શિક્ષક દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ નોંધાવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરના ભૂતડી ઝાંપા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા રસ્તા પર દબાણ કરી પાણી વિતરણ માટે બુસ્ટર મૂકી દેવામાં આવ્યું છે. જેમાં અવારનવાર પાણીની લાઈનો માં ભંગાણ પડતું હોવાથી આ વિસ્તારમાં આવેલી શાળાના બાળકો તેમજ રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બુસ્ટર હટાવવા માટે અવારનવાર રજૂઆતો છતાં કોર્પોરેશનનું તંત્ર કશું જ કરતું નથી જેથી મામલો મુખ્યમંત્રી ઓનલાઈન સુધી પહોંચ્યો છે.

વડોદરા શહેર ના રોડ રસ્તા અને સોસાયટીના ગેરકાયદેસર બાંધકામનું દબાણ હટાવવા વાળા તેમજ લારી ગલ્લાના દબાણ હટાવે છે તેવા લોકો ને કાયદો નડતો નથી કારણ કે સરકારી ઓફિસર બન્યા પછી ગમે તે કામગીરી કરવાની સત્તા ધરાવે છે.
લિકેજ મોટું થાય ત્યારબાદ સમારકામ કરવામાં આવે
છેલ્લા પચીસ વર્ષથી વડોદરા શહેરમાં જીવન સાધના શાળાના જવાના રસ્તે નવી ધરતી નાગરવાડા વોર્ડ નં સાતમાં શાળામાં જવાના રસ્તે ગેરકાનૂની રીતે દબાણ કરીને મુખ્ય રસ્તા પર પાણી વિતરણ કરવા માટેનું બુસ્ટર મુકી દીધું છે.
આ અંગે જીવન સાધના શાળાના શિક્ષક હસમુખભાઈ પાઠક દ્વારા મુખ્ય મંત્રીને ફરિયાદ નોંધાવી છે આ બુસ્ટરના કારણે જીવન સાધના શાળા ન્યુ ઈરા સ્કૂલ તેમજ કોર્પોરેશન દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા ના બાળકો શિક્ષકો અને વાલીઓ તેમજ અસંખ્ય વાલીઓ હેરાન થાય છે.
અહીં પાંચ પાણીની લાઈનના વાલ્વ મૂકેલા છે અને દર ત્રીજા ચોથા દિવસે પાણી લિકેજ થાય છે અને વારંવાર ખોદકામ કરવામાં આવે છે અને તેના કારણે શાળા માં જતાં આવતાં બાળકો હેરાન થાય છે મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારી એ જણાવ્યું હતું કે નાનું લિકેજ થાય તો અમારા સાહેબ ધ્યાન નથી આપતા પણ એ લિકેજ મોટું થાય તે પછી સમારકામ કરવામાં આવે છે.
ઓન લાઈન મુખ્ય મંત્રીને ફરિયાદ કરી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિકલ પૂલ ખાતે અમારા નવા બુસ્ટર બની ગયા પછી નવી ધરતી નાગરવાડા વોર્ડ નં સાતનું બુસ્ટર હટાવી દઈશું પરંતુ નવા બુસ્ટર બને પાંચ વર્ષ પૂરાં થયાં છે છતાં પણ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી.