Last Updated on by Sampurna Samachar
ઘાટી ડુંગરના જંગલમાંથી ૧૫ વર્ષના કિશોરનું કંકાલ મળતા ખળભળાટ
પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે છેલ્લા કેટલાક સમયથી આ પંથકમાંથી કોઈ બાળક કે વિદ્યાર્થી ગુમથયો છે કે કેમ?
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નાકા ઘાટી ડુંગરના જંગલ વિસ્તારમાંથી એક ૧૫ વર્ષના કિશોરનું કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને આશ્ચર્યનો માહોલ ફેલાયો છે. જંગલમાંથી માનવ કંકાલની સાથેશાળાના પુસ્તકો અને કપડાં પણ મળી આવ્યા છે, જે આ ઘટના પાછળ કોઈ ગૂઢ રહસ્ય હોવાના સંકેત આપીરહ્યા છે.

ઘટનાની વિગતો મુજબ, જંગલ વિસ્તારમાં એક માનવ કંકાલ હોવાની જાણ થતા સ્થાનિકોમાં દોડધામ મચીહતી. પોલીસ તપાસમાં કંકાલની નજીકથી બાળકના કપડાં પણ ઘટનાસ્થળેથી મળી આવ્યા છે. જેના પરથીઅનુમાન લગાવાય છે કે મૃતક કિશોર વિદ્યાર્થી હોવો જોઈએ. આ પુરાવાઓના આધારે પોલીસ એ દિશામાંતપાસ કરી રહી છે કે છેલ્લા કેટલાક સમયથી આ પંથકમાંથી કોઈ બાળક કે વિદ્યાર્થી ગુમ થયો છે કે કેમ?
ખેડબ્રહ્મા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. આ મામલો અત્યંત ગંભીર હોવાથીકંકાલને પોસ્ટમોર્ટમ અને વધુ તપાસ માટે હિંમતનગરની ફોરેન્સિકલેબમાં મોકલી આપવામાં આવ્યું છે.