Last Updated on by Sampurna Samachar
વિમાનમાં ૩૨૦ થી વધુ લોકો હતા સવાર
મુસાફરોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની માહિતી મળતાં તેને મુંબઈ પરત લાવવામાં આવી હતી. આ અંગે સત્તાવાર સૂત્રોએ માહિતી આપી હતી. વિમાનમાં ૩૨૦ થી વધુ લોકો સવાર હતા અને તે સુરક્ષિત રીતે મુંબઈમાં ઉતરી ગયું હતું. સુરક્ષા એજન્સીઓ આ અંગે તપાસ કરી રહી છે.એર ઈન્ડિયા (AIR INDIA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મુંબઈ-ન્યૂયોર્ક (JFK) ફ્લાઈટ AI ૧૧૯ માં સંભવિત સુરક્ષા ખતરો જોવા મળ્યો હતો.
જરૂરી પ્રોટોકોલનું પાલન કર્યા બાદ વિમાનમાં સવાર તમામ લોકોની સુરક્ષાના હિતમાં વિમાનને પરત મુંબઈ લઈ જવામાં આવ્યું હતું. એક સૂત્રએ જણાવ્યું કે બોઇંગ ૭૭૭-૩૦૦ ઇઇ એરક્રાફ્ટમાં ૧૯ ક્રૂ મેમ્બર સહિત ૩૨૨ લોકો સવાર હતા.
મુંબઇમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાયુ
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુંબઈ-ન્યૂયોર્ક (JFK) ફ્લાઈટ AI ૧૧૯ની ફ્લાઈટ દરમિયાન સંભવિત સુરક્ષા ખતરા મળી આવ્યા હતા. જરૂરી પ્રોટોકોલનું પાલન કર્યા બાદ વિમાનમાં સવાર તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાનને મુંબઈ પરત લઈ જવામાં આવ્યું હતું. એરક્રાફ્ટ ૧૦:૨૫ કલાકે (સ્થાનિક સમય) પર મુંબઈમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું, અને એર ઈન્ડિયા તેના અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે.