Last Updated on by Sampurna Samachar
જાફર એક્સપ્રેસને વારંવાર નિશાન બનાવવામાં આવ્યું
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ટ્રેનના પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર ફરી એકવાર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. સુલતાન કોટ નજીક પાટા પર લગાવવામાં આવેલ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ એક શક્તિશાળી વિસ્ફોટક પદાર્થો લગાવવામાં આવ્યો હતો, જેના કારણે આ વિસ્ફોટની ઘટના બની હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, ટ્રેનના પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં અનેક મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે, અને પ્રત્યક્ષદર્શીઓએ વિસ્ફોટ પછી ગોળીબારનો અવાજ સાંભળ્યો હોવાનું જણાવ્યું હતું.
હુમલા બાદ રાહત અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ, તે રૂટ પર રેલ સેવાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને વિસ્ફોટક પદાર્થ ક્યાં અને કેવી રીતે મૂકવામાં આવ્યો હતો તેની તપાસ શરૂ કરી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, હુમલો પહેલાથી જ પ્લાન્ટ કરેલા બોમ્બથી કરવામાં આવ્યો હતો.
રેલ માર્ગ થોડા સમય માટે ખોરવાઈ ગયો
જાફર એક્સપ્રેસ પર હુમલો કરવાનો આ પહેલી ઘટના નથી. બલુચિસ્તાન ક્ષેત્રમાં આ ટ્રેન અનેક વખત હુમલાઓનું નિશાન બની છે. આ વર્ષે ઓગસ્ટમાં, બલુચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં ટ્રેનના છ કોચને નિશાન બનાવીને IED વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. કેટલાક મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી અને રેલ માર્ગ થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો.
માર્ચ ૨૦૨૫ માં, બલુચ લિબરેશન આર્મીએ બોલાન પાસ નજીક જાફર એક્સપ્રેસને હાઈઝેક કરી હતી. કુલ ૪૦૦ મુસાફરોને લઈ જતી આ ટ્રેન પાકિસ્તાનના ઇતિહાસમાં એક મોટી ઘટના હતી. પાટા ઉડાડવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ખુલ્લેઆમ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
ટ્રેનમાં બંધકો અને સુરક્ષા દળો પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના પરિણામે અસંખ્ય જાનહાનિ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, બલુચિસ્તાન પાકિસ્તાનનો એક એવો પ્રદેશ છે, જ્યાં સરકાર સામે બળવાખોરી વારંવાર થતી રહે છે. તેઓ સ્થાનિક માળખાગત સુવિધાઓ, સુરક્ષા દળો અને પરિવહન માર્ગો પર પણ હુમલો કરે છે અને નુકસાન પહોંચાડે છે. પાકિસ્તાની સૈન્ય પર બલુચોના હુમલાઓ સામાન્ય છે, પરંતુ જાફર એક્સપ્રેસને વારંવાર નિશાન બનાવવાથી મુસાફરોની સલામતી પણ જોખમમાં મુકાય છે.