બિગ બી એ એક ઇન્ટરવ્યુમાં પોતાની પર્સનલ લાઇફને લઇ કહી આવી વાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન તેમની પર્સનલ અને પ્રોફનલ બંને લાઈફને કારણે ચર્ચામાં આવતા હોય છે. એમાં પણ છેલ્લાં કેટલાક સમયથી તો પરિવારમાં ચાલી રહેલાં વિખવાદને કારણે બચ્ચન પરિવાર ખૂબ જ ચર્ચામાં રહે છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતાં બિગ બીએ પોતાના સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી. જેને કારણે ફેન્સ ચિંતામાં પડી ગયા હતા. બિગ બીએ પોસ્ટમાં લખ્યું હતું કે જવાનો સમય આવી ગયો છે. આ બધા વચ્ચે હવે બિગ બીની પ્રોપર્ટી વહેંચણીને લઈને પણ સોશિયલ મીડિયા પર જાત-જાતના દાવા કરાઈ રહ્યા છે.
તમને જણાવીએ અમિતાબ બચ્ચન ૮૩ વર્ષે હજી સુધી કામ કરી રહ્યા છે અગાઉ કહ્યું એમ બિગ બીએ કરેલી ક્રિપ્ટિક પોસ્ટ બાદ ફેન્સ હવે બિગ બી રિટાયરમેન્ટ એનાઉન્સ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં તેમની પ્રોપર્ટીમાંથી કોને શું મળશે એ જાણવાની તાલાવેલી થાય એ સ્વાભાવિક છે. પરંતુ બિગ પોતાનું વસિયતનામું તૈયાર જ રાખ્યું છે.
એક ઈન્ટરવ્યુમાં બચ્ચને ખુદ ખુલાસો કર્યો હતો કે જ્યારે હું મરીશ ત્યારે મારી પાસે જે પણ કંઈ હશે તે મારી દીકરી શ્વેતા અને મારા દીકરા અભિષેક વચ્ચે બરાબર હિસ્સે વહેંચવામાં આવશે. આ મામલે દીકરા-દીકરીમાં કોઈ તફાવત નહીં કરવામાં આવે.
બિગ બીના આ ઈન્ટરવ્યુ બાદ એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે બિગ બીની ૧૬૦૦ કરોડ રૂપિયાની પ્રોપર્ટીના સરખે સરખા ભાગ કરવામાં આવશે અને તે શ્વેતા અને અભિષેકને આપવામાં આવશે. આ જ ઈન્ટરવ્યુમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે હું દીકરીઓને પારકી થાપણ નથી માનતો. આપણે ત્યાં લોકો કહે છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. તે સાસરે જતી રહે, પણ શ્વેતા બિગ બી માટે હજી પણ તેમની દીકરી જ છે. શ્વેતાનો પણ ઘર, પ્રોપર્ટી પર એટલો જ અધિકાર છે જેટલો અભિષેકનો છે.