Last Updated on by Sampurna Samachar
તેમના પિતાએ કહી આ વાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવુડના ભાઇ સલમાન ખાન વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરી રહ્યા છે. ત્યારે તેમના ચાહકો પણ હમેંશા નવી ફિલ્મની આતુરતાથી રાહ જોવે છે અને તેમના ચાહકો તેમની કલાકારીને ચાહે છે. વાત કરીએ તો તેમના ચાહકોને સલમાનના અંગત જીવન વિશે ઘણો રસ હોય છે. સલમાન ક્યારે લગ્ન કરશે, તે અંગે ચાહકોને જાણવામાં વધુ રસ હોય છે.
તમને જણાવી દઈએ કે કેટરિના કૈફ, સંગીતા બિજલાની અને સોમી અલી સિવાય સલમાનનું નામ ઐશ્વર્યા રાય સાથે પણ ચર્ચાયું હતું, પરંતુ સલમાને કોઈ સાથે લગ્ન કર્યા નહીં. આ વિશે તાજેતરમાં જ સલમાન ખાનના પિતા સલીમ ખાને વાતચીત દરમિયાન કહ્યું કે, સલમાનના એક તો એ કારણે પણ લગ્ન નથી થઈ રહ્યા કારણ કે, તેની વિચારસરણી થોડી અલગ છે. બાકી ખબર નથી કે, સલમાન સાથે શું વાંધો છે. “સલમાનનો લગાવ કે પ્રેમ, એ વ્યક્તિની સાથે લગાવ રહે છે, કે તે જેની સાથે કામ કરે છે. તેઓ કામ કરતી વખતે વાતચીત કરે છે. ત્યારે એકબીજા સાથે નજીક આવે છે.”
“સલમાન એક સુશીલ અને સંસ્કારી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. એવુ પણ નથી કે લગ્ન કરીને તેને ઘરે બેસાડી દેશે. જ્યારે પણ તેને અનુકૂળ થાય, ત્યારે તે તેને બદલવાની કોશિશ કરશે. તે એ છોકરીમાં તેની માતા શોધે છે. પરંતુ એ શક્ય નથી. કામ કરતી કોઈ અભિનેત્રી ઘરે બેસી નથી રહેતી. બાળકોને સ્કૂલમાં મુકવા જવા, ઘરનું ધ્યાન રાખવું.” વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ આવી રહી છે, જેમાં તેની સાથે સહ-કલાકાર તરીકે રશ્મિકા મંદના છે. આ ફિલ્મ માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.