ધર્મેન્દ્રની રેસ્ટોરન્ટ ફ્રેન્ચાઈઝી ‘ગરમ ધરમ ધાબા’ને લઈને મળ્યું સમન્સ
છેતરપિંડીના કેસમાં વધુ સુનાવણી વર્ષ ૨૦૨૫ માં થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિગ્ગજ બૉલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર તેમની રેસ્ટોરન્ટ ફ્રેન્ચાઈઝી ‘ગરમ ધરમ ધાબા’ને લઈને કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તાજેતરમાં ‘ગરમ ધરમ ધાબા’ ફ્રેન્ચાઈઝી સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બે વિરુદ્ધ સમન્સ જારી કર્યા છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યશદીપ ચહલે આ સમન્સ જારી કર્યું છે. દિલ્હીના બિઝનેસમેન સુશીલ કુમારે કોર્ટમાં ધર્મેન્દ્ર પર ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તાજેતરમાં ‘ગરમ ધરમ ધાબા’ ફ્રેન્ચાઇઝી સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં પીઢ બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બે સામે સમન્સ જારી કર્યા છે, જેની સુનાવણી ફેબ્રુઆરી ૨૦૨૫માં હાથ ધરવામાં આવશે. અહેવાલ અનુસાર, ૫ ડિસેમ્બરના રોજ જારી કરાયેલા સમન્સ ઓર્ડરમાં, જજે કહ્યું કે, ‘રેકોર્ડ પરના પુરાવા સૂચવે છે કે આરોપીઓએ ફરિયાદીને તેમના સામાન્ય ઇરાદાને આગળ વધારવા અને છેતરપિંડીનો ગુનો કરવા માટે પ્રેરિત કર્યા છે.
કોર્ટે આદેશ આપ્યો છે કે, પુરાવાના આધારે આરોપી વ્યક્તિઓ (ધરમ સિંહ દેઓલ) અને બાકીના બે વ્યક્તિઓને કલમ ૪૨૦, ૧૨૦મ્ અને ૩૪ IPC હેઠળ ગુનો કરવા બદલ કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે. આરોપીઓ નંબર ૨ અને ૩ને પણ IPC ની કલમ ૫૦૬ હેઠળ ફોજદારી ધમકીના ગુના માટે સજા કરવામાં આવશે.’ છેતરપિંડીના કેસમાં વધુ સુનાવણી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ હાથ ધરવામાં આવશે. અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બે લોકો સિવાય તેમણે આ કેસમાં સુનાવણી માટે આપેલી તારીખે હાજર રહેવું પડશે. મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલા ૯ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ કોર્ટે FIR નોંધવાના નિર્દેશની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.