Last Updated on by Sampurna Samachar
સુરતના પાંડેસરાથી શરૂ થયેલા કૌભાંડનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં તો અસલી ડોક્ટર્સે દર્દીઓના જીવ લીધા પણ સુરતમાં હવે નકલી ડોક્ટર્સ જથ્થાબંધ ભાવે મળી આવ્યા છે. જથ્થાબંધ એટલા માટે કેમકે અહીં એક બે નહી એકસાથે ૧૪ બોગસ ડોક્ટર્સ ઝડપાયા છે. આ લોકો માત્ર ૭૦ થી ૮૦ હજારમાં બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપથીનું સર્ટિફિકેટ મેળવતા અને તેના આધારે પ્રેક્ટિસ ચાલુ કરી દેતા હતા. આ કૌભાંડ સુરતના પાંડેસરાથી શરૂ થયુ અને રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે.
પોલીસના જાપ્તામાં ઉભેલા આ લોકોને ડોક્ટર બનવાનો શોખ છે. પણ ખરેખર ડોક્ટર નથી. હકીકતમાં સુરત પોલીસે પાંડેસરામાં ચાલતા ત્રણ ક્લિનિક પર દરોડો પાડી બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી મ્ઈસ્જીના સર્ટિફિકેટ મળી આવ્યા હતા. જે સુરતના જ બે તબીબોએ આપ્યા હોવાનું ખૂલ્યું છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં કુલ ૧૩ને ઝડપી પાડ્યા છે.
આ કેસની પોલીસ તપાસમાં સામે આવ્યું કે, રાવત અને રસેશ નામના બે જણા સાથે મળીને ધો. ૧૦-૧૨ પાસ બેકારોને ૭૦ હજારમાં બોગસ મેડિકલ ડિગ્રી આપવાનું રેકેટ ચલાવતા હતા. માત્ર એટલું જ નહીં, રજિસ્ટ્રેશન પેટે મહિને ૫૦૦૦ રૂપિયા વસૂલતા હતા. ૧૯૯૨થી ચાલતા આ રેકેટમાં ૧૨૦૦ લોકોને બોગસ ડિગ્રી આપવામાં આવી છે.
પાંડેસરા પોલીસે બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથીના બોગસ સર્ટિફિકેટ આપનાર સુરતમાંથી રસેશ ગુજરાતી અને અમદાવાદમાંથી બીકે રાવતની ધરપકડ કરી છે. આ લોકો સર્ટીફિકેટ ૧ વર્ષ માટે આપતા હતા. અને તેને દર વર્ષે રિન્યું કરાવા ૫ હજાર ભરવા પડતા. હવે કોઈ બોગસ ડોક્ટર એમની ફી ના ભરી શકે કે તપાસની વાત કરે તો તેને ધમકાવતા હતા.
સૌથી ખતરનાક વાત એ છે કે રસેશ ગુજરાતીએ આ કાંડમાને કામે રાખ્યા હતા જેમનું નામ ઈરફાન અને સોબિતસિંહ હતું. આ બંન્ને લોકો જે લોકો ડોક્ટર બનવા માંગતા તેવા લોકોને ભેગા કરતા તેઓ ભલે ૧૦મું જ પાસ હોય.
આરોપીઓને માત્ર અને માત્ર રૂપિયાથી જ મતલબ હતો. કોઈપણ વ્યક્તિ રૂપિયા લઈને રસેષ ગુજરાતી પાસે જાય એટલે અઠવાડિયાની અંદર તેને સર્ટિફિકેટ આપી દેવામાં આવતું હતું. જોકે પાંડેસરા પોલીસની કસ્ટડીમાં રસેશ ગુજરાતી હજુ પણ પોતાની વાતને વળગી રહ્યો છે કે તેણે કોઈને ડિગ્રી આપી જ નથી. સુરત બોગસ ડોકટર સર્ટી કૌભાંડમાં ઝડપાયેલ આરોપી રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. રસેશ ગુજરાતીની સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણૂક કરાઈ હતી. ૨૦૧૯માં કોંગ્રેસ દ્વારા રસેશ ગુજરાતીની કરવામાં નિમણૂક આવી હતી. ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડાએ પદ સોંપ્યુ હતું. રસેશ ગુજરાતી બોગસ ડોક્ટરની સર્ટી આપતો હોવાનું સમે આવ્યું છે.
આ સમગ્ર ઘટના બાદ કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ નેતા હેમંગ વસાવડાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહયું કે, બોગસ તબીબ વિરુદ્ધ કાર્યવાહી થાય તે જરૂરી છે. તેમણે એમ પણ જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતા અને કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી હતી.