Last Updated on by Sampurna Samachar
BCCI ના બ્રોડકાસ્ટ એન્જિનિયરનું મુંબઈમાં શંકાસ્પદ મોત થયું
એક બ્રિટિશ નાગરિક મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા છે મૃતકની ઓળખ ઈયાનવિલિયમ્સ લેંગફોર્ડ તરીકે થઈ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૦૨૬નો રોમાંચ ચાલી રહ્યો છે. પરંતુ આ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. IPL મેચો માટે BCCI સાથે બ્રોડકાસ્ટ એન્જિનિયર તરીકે કામ કરતા એક બ્રિટિશ નાગરિક મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. મૃતકની ઓળખ ઈયાન વિલિયમ્સ લેંગફોર્ડ તરીકે થઈ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણેઈયાન ૨૪ માર્ચથી મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં રોકાયા હતા અને IPL મેચ કવરેજ સાથે સબંધિત કામ કરીરહ્યા હતા. ૨૯ માર્ચે મેચ સમાપ્ત થયા પછી તેઓ પોતાના રૂમમાં પરત ફર્યા હતા. બીજા દિવસે ૩૦ માર્ચે હોટલ રિસેપ્શન તરફથી તેમને ફોન કરવામાં આવ્યો, પરંતુ તેમના રૂમમાંથી કોઈ જવાબ ન મળ્યો.
હોટલના ઈન–હાઉસ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા
ત્યારબાદ હોટેલ સ્ટાફ તેમના રૂમમાં ગયો. જ્યારે અંદરથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે તેઓએ માસ્ટર કીનો ઉપયોગ કરીને રૂમખોલ્યો. રૂમની અંદર ઈયાન ફ્લોર પર પડેલા મળા આવ્યા. તાત્કાલિક હોટલના ઈન–હાઉસ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, જેમણે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યો.
ઘટનાની માહિતી મળતાં જ મરીન ડ્રાઈવ પોલીસઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે કેસ નોંધી લીધો છે અને મોતના કારણોની તપાસ કરી રહી છે. પોલીસ હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, ત્યારબાદ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
તમને જણાવીદઈએ કે,૨૯ માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચમાં શાનદાર જીત હાંસલ કરી હતી. આ મેદાન પર આ સીઝનની પહેલી મેચ હતી. જ્યાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચ્યા હતા.