Last Updated on by Sampurna Samachar
કુલ ૨૨ દેશોને બોર્ડ ઓફ પીસમાં જોડાવા માટે આમંત્રણ અપાયું
ગાઝામાં વિકાસ કાર્ય કેવી રીતે ફરી શરૂ કરવા અંગે ચર્ચા થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચોંકાવનારા ર્નિણયો લેવા માટે જાણીતા છે. તેમણે ગાઝા મામલે પણ બોર્ડ ઓફ પીસની રચના કરી છે અને તેની પહેલી મિટિંગ ૧૯ ફેબ્રુઆરીએ યોજાવા જઇ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિનું કહેવું છે કે, આ બેઠકમાં ગાઝામાં વિકાસ કાર્ય કેવી રીતે ફરી શરૂ કરવું અને ત્યાં યુદ્ધનો અંત કેવી રીતે લાવવું તેની ચર્ચા કરવામાં આવશે.

આ બોર્ડમાં ઇઝરાયલ પણ સભ્ય છે, પરંતુ તેને ઝટકો લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. મામલો એ છે કે, ઈઝરાયલ પાકિસ્તાનને ક્યારેય મહત્વ આપવા માંગતું ન હતું, પરંતુ આ બોર્ડમાં ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ પર પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ સામેલ થશે. આટલા સુધી જ નહીં, આ બોર્ડમાં તુર્કી પણ સામેલ રહેશે, જે ફિલિસ્તીનના મુદ્દા પર ખુલ્લેઆમ ઈઝરાયલનો વિરોધ કરી રહ્યું છે.
પાકિસ્તાન અને તુર્કી સહિત કુલ ૮ મુસ્લિમ દેશ સામેલ
આવી સ્થિતિમાં જો ગાઝાના ભવિષ્યને લઈ બની રહેલા કોઈપણ પ્લાનમાં જો શાહબાઝ શરીફ સામેલ થશે તો ઈઝરાયલ માટે ચિંતાની વાત છે. ઈઝરાયલ પહેલા પણ કહી ચૂક્યું છે કે, અમે પાકિસ્તાનને સામેલ કરવા માંગતા નથી. તેમ છતા પણ પાકિસ્તાનની એન્ટ્રી બેન્જામિન નેતન્યાહુ માટે ચિંતાની વાત છે.
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ ૧૮ ફેબ્રુઆરીના રોજ જ વોશિંગ્ટન પહોંચી જશે અને ૧૯ ફેબ્રુઆરીના રોજ યોજનાર સમિટમાં ભાગ લેશે. આ આયોજન યુએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસમાં યોજાવાનું છે. આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવશે કે, કેવી રીતે ગાઝામાં યુદ્ધ પછીના પુનર્નિર્માણની શરૂઆત કરવામાં આવશે. આ મિટિંગમાં ઘણા દેશના નેતા અને કેટલાક આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને વ્યક્તિઓ પણ હાજરી આપશે.
આ મિટિંગમાં પાકિસ્તાન અને તુર્કી સહિત કુલ ૮ મુસ્લિમ દેશ સામેલ રહેશે. જેમા સાઉદી અરેબિયા, ઇજિપ્ત, જોર્ડન, ઇન્ડોનેશિયા, કતાર અને યુએઈ સામેલ છે. ઇઝરાયલની ચિંતા એ છે કે, મિટિંગમાં સામેલ બધા મુસ્લિમ દેશો એક થઈને કોઈ સ્ટેન્ડ લઈ શકે છે. ખાસ કરીને સીઝફાયરના ઉલ્લંધનને લઈ ઇઝરાયલ પર કડક શરતો મુકવાનો જાેખમ છે. આ ઉપરાંત તેની પાસેથી ચોક્કસ ગેરંટી માંગવામાં આવી શકે છે. મુસ્લિમ દેશોનું કહેવું છે કે, ગાઝામાં પુનર્નિર્માણ અને શાંતિ ત્યારે જ સંભવ છે, જ્યારે ઇઝરાયલના એક્શન પર કેટલીક લગામ લગી શકે.
અમેરિકા દ્વારા કુલ ૨૨ દેશોને બોર્ડ ઓફ પીસમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં મોટાભાગ દેશોએ સંમતિ આપી છે, પરંતુ ફ્રાન્સ જેવા તેમના મિત્ર દેશો દૂર રહ્યા છે. આ ઉપરાંત ભારતે રાહ જુઓ અને જુઓનો અભિગમ અપનાવ્યો છે. હજુ સુધી ભારતની તરફથી તેમાં ભાગ લેવાની પુષ્ટિ કરી નથી. એવું માનવામાં આવે છે કે, ભારત નથી ઈચ્છતું કે તે એવા કોઈ પ્રયાસમાં આગળ જાેવા મળે, જેને ભવિષ્યમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના વિકલ્પ તરીકે જાેવામાં આવી રહ્યું છે.