Last Updated on by Sampurna Samachar
કામના ભારે દબાણથી તણાવમાં હતા BLO
લગ્ન માટે સાત દિવસની રજા માંગી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જેમ જેમ SIR ની પ્રક્રિયા દેશભરમાં આગળ વધી રહી છે તેમ તેમ BLO ની આત્મહત્યાના કિસ્સા પણ વધતા જઈ રહ્યા છે. હવે ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાની બિંદકી તાલુકામાં તૈનાત એકાઉન્ટન્ટ સુધીર કુમારએ પોતાના લગ્નના માત્ર એક દિવસ પહેલા ગળે ફાંસો ખાઈને જીવ ટૂંકાવી લીધો હતો.

આ ઘટના બાદ એકાઉન્ટન્ટના પરિજનો અને યુનિયનનો આરોપ છે કે, તેમને ‘SIR ‘ (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ) ના કામના કારણે રજા મળી ન હતી. કામના ભારે દબાણથી તણાવમાં હતા, જેના કારણે તેમણે આ પગલું ભર્યું.બિંદકી કોતવાલીના બાગબાદશાહી ખજુહાના રહેવાસી એકાઉન્ટન્ટ સુધીર કુમારની બુધવારે (૨૬ નવેમ્બર, ૨૦૨૫) ના રોજ લગ્ન થવાના હતા.
ERO ની માનસિક સતામણીને આત્મહત્યાનું કારણ ગણાવ્યું
તેમણે લગ્ન માટે સાત દિવસની રજા માંગી હતી, જે SDM દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જોકે, એકાઉન્ટન્ટ સંઘનો આરોપ છે કે એક રેવન્યુ ઓફિસર તેમના ઘરે આવ્યા હતા અને ગણના પત્રક ભરવાનું કહીને કામનું દબાણ કર્યું હતું. ત્યારબાદ, લેખપાલે પોતાના રૂમમાં જઈને પંખાના હૂક સાથે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી. મૃતક લેખપાલની બહેને ERO ની માનસિક સતામણીને જ આત્મહત્યાનું કારણ ગણાવી પોલીસને લેખિત ફરિયાદ આપી છે.