Last Updated on by Sampurna Samachar
કેરળ NGO સંઘે SIR નાં કાર્યનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી
કેરળ અને રાજસ્થાનમાં BLO ની આત્મહત્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળમાં બૂથ લેવલ ઓફિસર્સનાં વિરોધને કારણે મતદાર યાદીમાં SIR ની પ્રક્રિયામાં અવરોધ ઉભો થયો હતો. કન્નૂરમાં એક BLO એ આત્મહત્યા કરી લેતા રાજ્યના સરકારી કર્મચારીઓ, શિક્ષક કાર્ય પરિષદ, શિક્ષક સેવા સંગઠનોની સંયુક્ત સમિતિ અને કેરળ એનજીઓ સંઘે SIR નાં કાર્યનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

કર્મચારી સંગઠનોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) કોઇ કાર્ય કરશે નહીં. કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે સીપીઆઇ કાર્યકરોની ધમકીને કારણે BLO એ આત્મહત્યા કરી છે.
તમિલનાડુમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની જાહેરાત
કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે એન્યુમરેશન કાર્ય દરમિયાન આત્મ હત્યા કરનાર બીએલઓ જયોર્જની સાથે કોંગ્રેસના બૂથ લેવલ એજન્ટ સાથે રહેતા જર્યોજને ધમકી આપવામાં આવી હતી. કોંગ્રેસે વધુમાં જણાવ્યું છે કે સીપીઆઇ(એમ) કોઇ પણ રીતે કોંગ્રેસના પારંપરિક મતદારોના નામ કપાવવા માંગે છે. ચૂંટણી પંચે બીએલઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ. કન્નૂરના પય્યાન્નૂરમાં ૪૪ વર્ષીય બીએલઓ અનીશ જ્યોર્જનો મૃતદેહ રવિવારે તેમના ઘરમાં લટકતો જોવા મળ્યો હતો.
બીજી તરફ જયપુરમાં પણ બીલએલઓ અધિકારીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ બીએલઓએ બિંદાયકા રેલવે ફાટક પર ટ્રેન નીચે કપાઇને પોતાના પ્રાણ ત્યજી દીધા હતાં.આત્મહત્યા કરનાર આ બીએલઓ મુકેશ ઝાંગિડે આત્મહત્યા માટે પોતાને સિનિયરને જવાબદાર ઠેરકવ્યા હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર સવારે કામ માટે મોટરસાયકલ લઇને પોતાના ઘરેથી નીકળ્યા હતાં. તેમણે ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તેમની ઉંમર ૪૮ વર્ષ બતાવવામાં આવી રહી છે. તેમનો સુપરવાઇઝર સીતારામ તેમના પર કામ કરવાનું દબાણ કરી રહ્યાં હતાં અને સસ્પેન્ડ કરવાની ધમકી આપી રહ્યો હતો.
બીજી તરફ તમિલનાડુમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓએ એસઆઇઆરની કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વધારે કામ, ઓછા કર્મચારીઓ, ડેડલાઇનનું દબાણ અને અપૂરતી તાલીમ અને ભંડોળને કારણે આ કર્મચારીઓએ એસઆઇઆરનો બહિષ્કાર કરવાનો ર્નિણય લીધો છે.