પુણેમાં ભાજપના કાર્યકરોનુ કોંગ્રેસ ભવન પર વિરોધ પ્રદર્શન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

મહારાષ્ટ્રમાં ટીપુ સુલતાન અંગેનો વિવાદ વકર્યો

ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)

૧૮મી સદીના શાસક ટીપુ સુલતાન ફરી એકવાર ભારતીય રાજકારણના કેન્દ્રમાં છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે મરાઠા સામ્રાજ્ય પર હુમલો કરનારા ટીપુ સુલતાન સાથે છત્રપતિ શિવાજી મહારાજની તુલના કરતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.

જે મુદ્દે મહારાષ્ટ્રમાં તીખી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. પુણેમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ ભવન પર વિરોધ પ્રદર્શન કર્યું. હર્ષવર્ધન સપકાલ અને રાહુલ ગાંધીની તસવીરોને ટીપુ સુલતાનના વેશ વાળા પોસ્ટર સાથે જોડીને જૂતે મારો આંદોલન શરૂ કરવામાં આવ્યું. આ દરમિયાન  ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો. કોંગ્રેસે દાવો કર્યો છે કે, ભાજપના ચાલી રહેલા આંદોલન દરમિયાન તેમના જૂઠ તરફથી પથ્થર ફેંકવામાં આવ્યો હતો.

ટીપુ સુલતાનની તસવીર લગાવવાને લઈને રાજકીય વિવાદ વકર્યો

ટીપુ સુલતાન અંગેના વિવાદ મુદ્દે તાજેતરમાં પુણેમાં વિપક્ષના કાર્યાલય પાસે ભાજપના વિરોધ પ્રદર્શન દરમિયાન બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો જેમાં નવ લોકો ઘાયલ થયા હતા. સંયુક્ત પોલીસ કમિશનર રંજન કુમાર શર્માએ પત્રકારોને જણાવ્યું કે, પથ્થરમારામાં ત્રણ કોંગ્રેસના કાર્યકરો, બે ભાજપના કાર્યકરો, બે પોલીસકર્મીઓ અને બે મીડિયાકર્મીઓને સામાન્ય ઈજા પહોંચી છે.

કોંગ્રેસ ભવન પાસે વિરોધ પ્રદર્શન થયું હતું. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બંને પક્ષના કાર્યકરો દિવાલો પર ચઢી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. બંને પક્ષના કાર્યકરો સામે કેસ નોંધવામાં આવી રહ્યા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસના પુણે શહેર યુનિટના અધ્યક્ષ અરવિંદ શિંદેએ કહ્યું કે, પાર્ટીએ ભાજપના અધિકારીઓ વિરુદ્ધ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. મેયર મંજુષા નાગપુરે, ભાજપ શહેર યુનિટના અધ્યક્ષ ધીરજ ઘાટે, દુષ્યંત મોહોલ અને અન્ય કાર્યકરો વિરુદ્ધ કેસ દાખલ થવો જોઈએ.

મહારાષ્ટ્રમાં માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શાન-એ-હિંદ નિહાલ અહેમદના કાર્યાલયમાં ટીપુ સુલતાનની તસવીર લગાવવાને લઈને રાજકીય વિવાદ વકર્યો હતો. શિવસેનાના કાઉન્સિલરો અને હિન્દુ સંગઠનોએ તેના પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો.

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા સપકાલે છત્રપતિ શિવાજી મહારાજની બહાદુરી અને સ્વરાજના વિચારને રજૂ કરવાની તેમની રીતનો ઉલ્લેખ કર્યો અને ટીપુ સુલતાનના અંગ્રેજો સામે યુદ્ધના આહવાનનો ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કર્યો હતો કે, આ લડાઈ શિવાજી મહારાજના આદર્શો અનુસાર હતી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.