Last Updated on by Sampurna Samachar
ઓડિશામાં SC-ST રિઝર્વેશન ડબલ, OBC પણ લાભ થશે
મેડિકલ, એન્જિનિયરિંગ અને ઉચ્ચ તકનીકી શિક્ષણમાં SC, ST અને SEBC માટે અનામતની મર્યાદા બમણી કરી દેવાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડિશાની મોહન ચરણ માઝી સરકારે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં દાયકાઓથી ચાલી આવતી અનામત વ્યવસ્થામાં ધરખમ ફેરફાર કરીને એક ઐતિહાસિક ર્નિણય લીધો છે. શનિવારે મોડી રાત્રે મળેલી કેબિનેટ બેઠકમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને ઉચ્ચ તકનીકી શિક્ષણમાં SC, ST અને SEBC માટે અનામતની મર્યાદા લગભગ બમણી કરી દેવામાં આવી છે.

ઓડિશાના મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, હવે રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં બેઠકોની વહેંચણી નવા દરો પર થશે. ST(અનુસૂચિત જનજાતિ): અનામત ૧૨% થી વધારીને ૨૨.૫૦% કરાયું છે. જીઝ્ર (અનુસૂચિત જાતિ): કોટા ૮% થી વધારીને ૧૬.૨૫% કરાયો છે. SEBC(પછાત વર્ગ): પ્રથમ વખત ૧૧.૨૫% બેઠકો અનામત રાખવામાં આવી છે. નોંધનીય છે કે આ ફેરફારો છતાં સરકારે કુલ અનામતને ૫૦% ની મર્યાદામાં જ રાખી છે, જેથી કોઈ કાનૂની ગૂંચ ઉભી ન થાય.
SEBC ને પ્રથમ વખત અનામત આપી
આ ર્નિણયથી ડોક્ટર કે એન્જિનિયર બનવાનું સપનું જોતા હજારો વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે. મેડિકલ ક્ષેત્રે રાજ્યની કુલ ૨,૪૨૧ બેઠકોમાંથી હવે ST માટે ૫૪૫ (પહેલા ૨૯૦ હતી) અને માટે ૩૯૩ (પહેલા ૧૯૩ હતી) બેઠકો ફાળવવામાં આવશે. SEBC માટે ૨૭૨ બેઠકો સુરક્ષિત રહેશે. એન્જિનિયરિંગ ક્ષેત્રે કુલ ૪૪,૫૭૯ બેઠકોમાંથી ST ને ૧૦,૦૩૦ અને ૭,૨૪૪ બેઠકો મળશે.
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું કે, આ પગલું આ સમુદાયોની વસ્તીના પ્રમાણમાં તેમને અધિકાર આપવા અને સામાજિક સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે. આ નીતિ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ,ITI, પોલિટેકનિક અને આયુર્વેદ-કૃષિ વિજ્ઞાન જેવા તમામ ટેકનિકલ કોર્સમાં લાગુ પડશે.
રાજકીય જાણકારો આને ભાજપનો મોટો માસ્ટર સ્ટ્રોક માની રહ્યા છે. SEBC ને પ્રથમ વખત અનામત આપીને અને SC-ST કોટામાં મોટો વધારો કરીને ભાજપે નવીન પટનાયકના ગઢમાં ગાબડું પાડવા અને મોટા વોટ બેંકને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે.