Last Updated on by Sampurna Samachar
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં કરી મોટી જાહેરાત
અમે ગુજરાત જોડો અભિયાનની શરૂઆત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત જોડો સદસ્યતા અભિયાન માટે ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મંચ પરથી મોટી જાહેરાત કરી છે. તેમણે બિહારમાં આપ પાર્ટી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે ૩૦ વર્ષમાં ગુજરાતને બરબાદ કરી નાખ્યું.
વિસાવાદરની જીત આઈસોલેટેડ જીત નથી. ૨૦૨૭ માટે વિસાવદરની ચૂંટણી સેમીફાઈનલ છે. સુરતમાં પૂરથી લોકો પરેશાન છે. ભાજપના ભ્રષ્ટાચારના કારણે શહેરોમાં પૂર આવે છે. ગુજરાતમાં રસ્તાઓના હાલ બેહાલ છે. ખેડૂતો ગુજરાતમાં પરેશાન છે. ગુજરાતમાં સરકારી ભરતીઓ નથી થઈ રહી. ગુજરાતના લોકો ભાજપને હરાવવા માંગે છે. આવામાં ગુજરાતના લોકો માટે આપ વિકલ્પ છે. ગુજરાતના લોકોને કોંગ્રેસ પર વિશ્વાસ નથી. આ વખતે લોકોએ આપની સરકાર બનાવવા મન બનાવી લીધું છે. આજથી અમે ગુજરાત જોડો અભિયાનની શરૂઆત કરી.
બિહારમાં પણ આપ પાર્ટી ચૂંટણી લડશે
તેમણે વધુમાં કહ્યું કે, વિસાવદરની જીતે એ જનતાએ અમારામાં વિશ્વાસ કર્યો છે. વિસાવદરની જીત કોઈ સામાન્ય જીત નહિ, પરંતુ ૨૦૨૭ની સેમિફાઇનલ છે. સુરતની પરિસ્થિતિ ભાજપનાના ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. ભાજપ કોંગ્રેસને સારી રીતે જીત અપાવે છે. અમારી પાર્ટી બધાથી અલગ છે. અમે ગુજરાત જોડો અભ્યાન શરૂ કર્યું છે.
આમ આદમી પાર્ટી સાથે જોડાવવા કેજરીવાલે ગુજરાતની જનતાને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ૨ વર્ષ યુવાઓ આપને આપો. કોંગ્રેસ સાથે અમારું કોઈ ગઠબંધન નથી. વિસાવદરમાં કોંગ્રેસ ભાજપ સાથે મળી અમને હરાવવા આવી હતી. ઇન્ડિયા બ્લોક સાથે ગઠબંધન લોકસભા ચૂંટણી પૂરતું હતું. ગુજરાતમાં ચૂંટણી લડીશું ગુજરાતમાં સરકાર બનાવીશું. બિહારમાં પણ આપ પાર્ટી ચૂંટણી લડશે.