Last Updated on by Sampurna Samachar
રાજસ્થાનમાં ધારાસભ્યના ઈશારે જ ગુંડાઓએ હુમલો કર્યો
પાણીની અછતનો મુદ્દો ઉઠાવનાર ઈન્ફ્લુએન્સરનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે આરોપ લગાવ્યો છે કે, મેં ઈન્સ્ટાગ્રામ પર મારા વિસ્તારમાં પાણીની અછતનો મુદ્દો ઉઠાવ્યા બાદ ગુંડાઓ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો હતો અને મારા પગ તોડી નાખવામાં આવ્યા. ઈન્ફ્લુએન્સરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સૂરજ માલીએ સ્થાનિક ભાજપ ધારાસભ્ય અર્જુન લાલ જિંગરનું પણ નામ લીધું છે અને આરોપ લગાવ્યો કે તેના ઈશારે જ ગુંડાઓએ મારી પર હુમલો કર્યો હતો.
એક અહેવાલ પ્રમાણે જિંગરે આરોપોનો સીધો જવાબ નથી આપ્યો. જાેકે, તેણે કહ્યું કે માલી પર થયેલો હુમલો ખૂબ જ નિંદનીય છે અને તેને કોઈપણ રીતે સહન કરવામાં આવશે નહીં. ચિત્તોડગઢના કાપાસનના રહેવાસી માલીએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું સોમવારે સાંજે લગભગ ૫:૧૫ વાગ્યે પોતાની શિફ્ટ પૂર્ણ કરીને ફેક્ટરીથી ઘરે પરત ફરી રહ્યો હતો.
પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નહીં
ત્યારે રસ્તામાં હાઈવે પર મારી બાઈકની સામે એક વ્હાઈટ સ્કોર્પિયો કાર આવીને ઉભી રહી અને તેમાંથી ૬-૭ લોકો બહાર નીકળ્યા અને લોખંડના સળિયા અને પાઈપથી મારા પર હુમલો કર્યો. તેઓએ મને ધમકાવીને કહ્યું કે, તું રોજ પાણીની વાત કરે છે, આજે અમે તને મારીને પાણીમાં ફેંકી દઈશું. પોતાની ફરિયાદમાં સ્થાનિક ભાજપ ધારાસભ્ય અર્જુન લાલ જિંગરનું નામ લેતા માલીએ જણાવ્યું કે, હુમલા પાછળ ધારાસભ્યનો હાથ છે.
માલીએ દાવો કર્યો હતો કે, વીડિયો અપલોડ કરવા માટે મને અગાઉ પણ ધારાસભ્યના ઈશારે ધમકી આપવામાં આવી હતી કે, જો તેં આ વીડિયો બનાવ્યો અને અપલોડ કર્યો, તો તારી સારવાર થઈ જશે. તેણે કહ્યું કે હુમલાખોરોએ મારી સાથે જે મિત્ર હતો ઉદય લાલ ભીલ તેને પણ ધમકી આપી અને કહ્યું કે, ભાગી જા નહીંતર માર્યો જઈશ. આ ગુંડાઓએ કહ્યું કે, જે પણ પાણીનો મુદ્દો ઉઠાવવાની હિંમત કરશે તેને પાઠ ભણાવવામાં આવશે.
માલીના મિત્ર ઓમ પ્રકાશે જણાવ્યું કે, માલીએ મને જણાવ્યું કે, તેઓ તેને કિડનેપ કરવા માગતા હતા અને તેને કારમાં નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેણે પોતાના મિત્ર ઉદય લાલને પકડી રાખ્યો હતો અને તેને જવા નહોતો દીધો. તેથી તેણે લોખંડના સળિયા અને પાઈપથી મારવાનું શરૂ કરી દીધું. જેવી ગાડી રોકાઈ અને આજુબાજુ લોકો એકઠા થઈ જતા, તેઓ ત્યાંથી ભાગી ગયા.
તેની ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે હત્યાનો પ્રયાસ અને રમખાણો સહિત અનેક કલમો હેઠળ હ્લૈંઇ નોંધી છે. કાપાસન પોલીસ સ્ટેશનના એસએચઓ રતન સિંહે જણાવ્યું કે, અજાણ્યા વ્યક્તિઓ સામે હ્લૈંઇ દાખલ કરી લેવામાં આવી છે અને પોલીસે કેટલાક સાક્ષીઓના નિવેદનો પણ નોંધ્યા છે. સૂરજ પાછળ બેઠો હતો અને તેનો મિત્ર (ઉદય લાલ) ગાડી ચલાવી રહ્યો હતો. હજુ સુધી કોઈની અટકાયત કરવામાં આવી નથી.
પ્રકાશે જણાવ્યું કે, માલી થોડા મહિનાઓથી વીડિયો બનાવી રહ્યો હતો. થોડા દિવસ પહેલા તે જે કંપનીમાં કામ કરે છે તેણે તેને કહ્યું કે તારા પર દબાણ છે અને તારે વીડિયો બનાવવાનું અને પોસ્ટ કરવાનું બંધ કરી દેવું જોઈએ. તે સંમત થયો અને કહ્યું કે, હું હવે વીડિયો પોસ્ટ નહીં કરીશ. જોકે, તેણે તાજેતરમાં ફરીથી કેટલાક વીડિયો પોસ્ટ કર્યા. કંપનીએ તેને પાછો બોલાવ્યો અને તેના પિતા સાથે પણ વાત કરી. પિતાએ તેમને ખાતરી આપી કે, હવે તે વીડિયો નહીં બનાવશે, અને તે તેના પર સંમત પણ થઈ ગયો.
માલીની સરવારમાં મદદ કરી રહેલા એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે, તેના વીડિયોમાં કોઈ રાજકીય કાવતરું નહોતું. તે એક ગરીબ પરિવારમાંથી આવે છે અને કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો નથી. તે માત્ર પોતાના સ્થાનિક ધારાસભ્યને ચૂંટણી વચનોની યાદ અપાવી રહ્યો હતો.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાએ કહ્યું કે, સૂરજ માલીના પગ એટલા માટે તોડી નાખવામાં આવ્યા, કારણ કે તેણે સ્થાનિક ભાજપ ધારાસભ્ય અર્જુન લાલને સોશિયલ મીડિયા પર તેમના ચૂંટણી વચનની યાદ અપાવી હતી અને વિસ્તાર માટે પાણીની માગણી કરી હતી.
ભાજપ ધારાસભ્ય દ્વારા ધમકીઓ અને ત્યારબાદ ખૂની હુમલાની આ ઘટના ભાજપ સરકારના જંગલ રાજ અને સરમુખત્યારશાહી વલણનું જીવંત ઉદાહરણ છે. રિપોર્ટમાં ભાજપના ધારાસભ્યનું નામ આરોપી તરીકે છે, પરંતુ પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી.