MLA પર હરીફોને HIV સંક્રમિત મહિલાઓ દ્વારા હની-ટ્રેપમાં ફસાવવાનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકની CID અને SIT એ ભાજપ ધારાસભ્ય મુનિરત્ના નાયડુ અને ત્રણ સાથીઓ દુષ્કર્મના કેસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના માટે વિશેષ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. ૨૪૮૧ પાનાની ચાર્જશીટમાં આરોપ છે કે, મુનિરત્ના નાયડૂએ ૨૦૨૦ થી લઈને બે વર્ષ સુધી ૪૦ વર્ષીય મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સાથે જ તેના ત્રણ સાથી પર સાક્ષ્ય નષ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સિવાય ભાજપ ધારાસભ્ય મુનિરત્ના નાયડૂ પર હરીફોને HIV સંક્રમિત મહિલાઓ દ્વારા હની-ટ્રેપમાં ફસાવવાનો આરોપ પણ લગાવ્યો છે. જણાવી દઈએ કે, ચાર્જશીટમાં ૧૪૬ સાક્ષીના નિવેદન અને ૮૫૦ દસ્તાવેજી સાક્ષ્ય સામેલ છે.
SIT ભાજપ ધારાસભ્ય નાયડૂની સામે અત્યાચાર, ભ્રષ્ટાચાર અને છેતરપિંડી જેવા અન્ય મામલે પણ તપાસ કરી રહી છે. જોકે, આ મામલે હજુ સુધી ચાર્જશીટ દાખલ કરવામાં નથી આવી. આ મામલે નાયડૂ અને તેના સાથીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેના કારણે પણ આ મામલો ચર્ચામાં બનેલો છે.
હાલમાં જ પૂર્વ મંત્રી મુનિરત્નાએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, મારા પર ઈંડા ફેંક્યા બાદ તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસે કથિત હુમલાવરની અટકાયત કરી છે. પત્રકારો સાથે વાત કરતાં મુનિરત્નાએ પોતાના જીવને જોખમની પૂર્વ ચેતવણી આપી દાવો કર્યો કે, જો તેમની સાથે કંઈપણ અપ્રિય થાય છે તો તેના જવાબદાર મુખ્યમંત્રી ડી.કે શિવકુમાર, તેનો ભાઈ ડી.કે સુરેશ, કોંગ્રેસ નેતા કુસુમા અને તેમના પિતા હનુમંતરાયપ્પા જવાબદાર રહેશે.
અલગ-અલગ મામલે SIT ની તપાસના દાયરામાં આવેલા ધારાસભ્યોએ આ ઘટનાને પોતાને નુકસાન પહોંચાડવા માટેનું કાવતરૂ કરાર કરી દીધું છે. તે એક ઔપચારિક ફરિયાદ દાખલ કરવાની યોજના બનાવી રહ્યા છે. આરોપો પર પ્રતિક્રિયા આપતા ડી.કે શિવકુમારે કહ્યું કે, આ ઘટના ક્સરમથી અજાણ છે અને વિગતોની સમીક્ષા કર્યા બાદ કોઈ ટિપ્પણી આપશે.