Last Updated on by Sampurna Samachar
અન્ય પક્ષો સાથેના ગઠબંધન અંગે નિષ્ફતાની વાત કરી
બિહારના રાજકીય ગરમાવામાં વધારો થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના ભાજપના મંત્રી જીવેશ મિશ્રાએ ભરૂચની મુલાકાત દરમિયાન આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે NDA ગઠબંધન આગામી વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતી સાથે ૨૨૫ બેઠકો જીતશે.
જીવેશ મિશ્રાએ પોતાના નિવેદનમાં અન્ય પક્ષો સાથેના ગઠબંધન અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ એ અન્ય કોઈ પક્ષ સાથે ગઠબંધન કર્યું છે, ત્યારે તે ક્યારેય સફળ રહ્યું નથી. તેમના આ નિવેદનથી બિહારના રાજકીય ગરમાવામાં વધારો થયો છે.
દાવો વિપક્ષ માટે ચોક્કસપણે ચિંતાજનક હોઈ શકે
વધુમાં, જીવેશ મિશ્રાએ વિપક્ષની સ્થિતિ અંગે પણ આગાહી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આગામી ચૂંટણીમાં વિપક્ષની હાલત ૨૦૧૦ ની ચૂંટણી કરતાં પણ વધુ ખરાબ થવાની છે. તેમણે આ અંગે કોઈ ચોક્કસ કારણો આપ્યા નહોતા, પરંતુ તેમનો આ દાવો વિપક્ષ માટે ચોક્કસપણે ચિંતાજનક હોઈ શકે છે.
પોતાના નિવેદનમાં જીવેશ મિશ્રાએ વક્ફ કાયદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે વક્ફ કાયદાના કારણે મુસ્લિમ સમુદાયનો નબળો વર્ગ હવે ભાજપ તરફ વળી રહ્યો છે. જાે કે, તેમણે આ દાવાને સમર્થન આપવા માટે કોઈ વધુ માહિતી આપી નહોતી, પરંતુ તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ શકે છે.
બિહાર ભાજપના મંત્રી જીવેશ મિશ્રાનો આ મોટો દાવો આગામી વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે અનેક અટકળોને જન્મ આપી શકે છે. હવે જોવાનું એ રહે છે કે તેમનો આ દાવો કેટલો સાચો સાબિત થાય છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. વકફ એક્ટના વિવાદને પગલે જનતા દળ યુનાઇટેડ (JDU)ના કેટલાક મોટા મુસ્લિમ નેતાઓએ પાર્ટી છોડી દેતાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે.
આ દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના એક નિવેદને નવી ચર્ચા જગાવી છે. તેમણે કહ્યું હતું કે આ વખતની ચૂંટણી પાર્ટી સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં લડશે. આ નિવેદન બાદ રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે તેમના પર કટાક્ષ કર્યો છે, જેના કારણે રાજકીય તાપમાનમાં વધુ વધારો થયો છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે.